ચોર ઝડપાયા:ચુબડકના વાડી વિસ્તારમાં હાથફેરો કરનાર 2 ઇસમ પકડાયા
તાલુકાના ચુબડક ગામની સીમમાં આવેલ વાડી પરથી નાની ચુબડક અને નાની રેલડીના આરોપીએ રૂપિયા 72 હજારની કિંમતનો મુદ્દામાલ ચોરી કર્યો હતો જેને સ્થાનિક પોલીસે દબોચી લીધા છે. પ્રાપ્ત વિગતો મુજબ રતનાલ ગામના ફરિયાદી ત્રિકમભાઈ બીજલભાઈ વરચંદે પદ્ધર પોલીસ મથકે આરોપી સદામ ઈસ્માઈલ પારા અને હાજી સુલેમાન કકલ વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.ફરિયાદીની ચુબડક સીમમાં આવેલી વાડી પર પાણીની મોટર ચરખીથી બહાર કાઢેલી હતી. મોટર રીપેરીંગ માટે આપેલી હતી એ દરમિયાન 2 એપ્રિલના રાત્રી દરમિયાન બન્ને આરોપીઓએ ચરખી પરથી સ્ટાટર અને કેબલ સહીતનો મુદ્દામાલ ચોરી કરેલો હતો.બીજા દિવસે ફરિયાદી વાડી પર આવ્યા ત્યારે ચોરી થયેલી હોવાનું જણવા મળ્યું હતું. જોકે ફરિયાદી આસપાસ તપાસ કરતા હતા ત્યારે પદ્ધર પોલીસ મથકની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બન્ને આરોપી ચોરાઉ મુદ્દામાલ સગેવગે કરવાની પેરવીમાં હોવાનું જાણવા મળ્યું હતું.જેથી સ્થાનિકે તપાસ કરતા આરોપીઓ પોલીસને હાથ લાગતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Read Original Article →