સૂરજબારી નજીકથી સ્કોર્પિયો કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો:સામખિયાળી પોલીસે ₹11.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Gujarat5/21/2026, 3:55:12 PM
સૂરજબારી નજીકથી સ્કોર્પિયો કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો:સામખિયાળી પોલીસે ₹11.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
પૂર્વ કચ્છના પ્રવેશદ્વાર સૂરજબારી નજીકથી સામખિયાળી પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક સ્કોર્પિયો એન કારમાંથી 444 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની સાથે કુલ ₹11.88 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડાના માર્ગદર્શન હેઠળ, તેમજ સામખિયાળી પોલીસ સ્ટેશનના પીઆઇ જે. એમ. ઝાલાની સૂચનાથી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન તેમને વિદેશી દારૂની હેરાફેરી અંગે ગુપ્ત બાતમી મળી હતી. બાતમીના આધારે, સામખિયાળી પોલીસે સૂરજબારી નજીક GJ 12 FD 0252 નંબરની સ્કોર્પિયો એન કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસ કાર્યવાહી દરમિયાન કારનો અજાણ્યો ચાલક નાસી છૂટ્યો હતો. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી 444 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. સામખિયાળી પોલીસે સ્કોર્પિયો કાર અને વિદેશી દારૂ સહિત કુલ ₹11 લાખ 88 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર ચાલકને પકડવા માટે વધુ તપાસ ચલાવી રહી છે.
Read Original Article →