પોલીસે ફોર્ચ્યુનર કારમાંથી વિદેશી દારૂ ઝડપ્યો:રાપર પોલીસે ફતેહગઢ નજીકથી ₹13.26 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Gujarat5/16/2026, 9:37:21 AM
પોલીસે ફોર્ચ્યુનર કારમાંથી વિદેશી દારૂ ઝડપ્યો:રાપર પોલીસે ફતેહગઢ નજીકથી ₹13.26 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
રાપર પોલીસે કચ્છના ફતેહગઢ નજીકથી એક ફોર્ચ્યુનર કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ ₹13.26 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડાની સૂચનાથી રાપર પોલીસની ટીમ ફતેહગઢ ગામ નજીક પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પીઆઇ આર. એલ. ખટાણાના માર્ગદર્શન હેઠળ ટીમને વિદેશી દારૂની બાતમી મળી હતી. બાતમીના આધારે, રાપર પોલીસે ફતેહગઢ નજીક નર્મદા કેનાલ પરથી GJ 08 CM 1801 નંબરની સફેદ ફોર્ચ્યુનર કારને રોકી હતી. કારમાંથી વિદેશી દારૂની બોટલો અને બિયર ટીન સહિત કુલ 3684 નંગ જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કિંમત ₹5.16 લાખ આંકવામાં આવી છે. રેડ દરમિયાન, બાડમેર, રાજસ્થાનનો આરોપી સદારામ મેવારામ અને ફોર્ચ્યુનર કારનો ચાલક હાજર મળ્યા ન હતા અને તેઓ નાસી છૂટ્યા હતા. પોલીસે વિદેશી દારૂ, ફોર્ચ્યુનર કાર અને મોબાઈલ સહિત કુલ ₹13.26 લાખનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂ ક્યાંથી મંગાવવામાં આવ્યો હતો અને કોણે મોકલ્યો હતો તે અંગે રાપર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
Read Original Article →