‘બ્રહ્મ સમાજ ભીખ માગતો હોય પેટ માટે..’:માંડવીમાં સ્વામિનારાયણ મંદિર સંતની ટિપ્પણીથી વિવાદ, ધારાસભ્યે મંચ પરથી રોકડું પરખાવી કહ્યું- બ્રાહ્મણ ભીખ ન માગે, દાન સ્વીકારે
માંડવીમાં સ્વામિનારાયણ મંદિર ખાતે ‘વૃંદાવન સેવા અમૃત મહોત્સવ’ અંતર્ગત બ્રહ્મચોર્યાસીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ ધાર્મિક મંચ પરથી સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી જી. કે. સૂર્યપ્રકાશ સ્વામીએ બ્રહ્મ સમાજ માટે અપમાનજનક શબ્દપ્રયોગ કરતા જણાવ્યું હતું કે, ‘બ્રહ્મ સમાજ ભીખ માગતો હોય પેટ માટે’ સંતના આ વિવાદાસ્પદ નિવેદનને પગલે કાર્યક્રમમાં હાજર લોકો સહિત સમગ્ર બ્રહ્મ સમાજમાં આક્રોશ ફેલાયો હતો. દરમિયાન હાજર માંડવીનાી ધારાસભ્યે રોકડું પરખાવી દીધું હતું અને કહ્યું હતું કે બ્રાહ્મણ ભીખ ન માંગે, પણ દાન સ્વીકારે. મંચ પર જ ધારાસભ્ય અને સંત વચ્ચે શાબ્દિક ટક્કર
સ્વામીના આ નિવેદન બાદ મંચ પર ઉપસ્થિત પ્રદેશ ભાજપ મહામંત્રી અને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ તાત્કાલિક વળતો જવાબ આપ્યો હતો. તેમણે સંતની ટિપ્પણીનો જાહેરમાં વિરોધ કરતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, બ્રાહ્મણ ક્યારેય ભીખ માંગતો નથી, બ્રાહ્મણ દાન સ્વીકારીને તમારા કુળને તારે છે. મંચ પર જ સંત અને ધારાસભ્ય વચ્ચે થયેલી આ શાબ્દિક ટક્કરનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ ગયો છે. આ વિવાદ માત્ર કચ્છ કે ગુજરાત પૂરતો મર્યાદિત ન રહેતા, દેશ-વિદેશમાં વસતા બ્રહ્મ સમાજના લોકો સુધી પહોંચ્યો છે, જ્યાં બ્રાહ્મણ અસ્મિતા અને ધાર્મિક ગૌરવ મુદ્દે સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચાઓ શરૂ થઈ છે. સંતે માફી માંગી, સમર્થકો દ્વારા બચાવ
આ વિવાદે મોટું સ્વરૂપ ધારણ કરતા અને બ્રહ્મ સમાજ દ્વારા સખત નિંદા કરવામાં આવતા, આખરે શાસ્ત્રી જી. કે. સૂર્યપ્રકાશે પોતાની ટિપ્પણી બદલ જાહેરમાં માફી માંગી લીધી છે. બીજી તરફ, સંતના કેટલાક અનુયાયીઓ સોશિયલ મીડિયા પર તેમના આ નિવેદનનો બચાવ કરતા પણ જોવા મળ્યા હતા. હાલ આ ઘટનાને પગલે કચ્છના સામાજિક અને રાજકીય વાતાવરણમાં ભારે ઉત્તેજના વ્યાપેલી છે. કચ્છના માંડવી ખાતે આયોજિત એક ધાર્મિક કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દ્વારા બ્રહ્મ સમાજ વિરુદ્ધ કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે સામાજિક અને રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે. સંતના આ નિવેદન સામે બ્રહ્મ સમાજના લોકોમાં ઉગ્ર વિરોધ અને નારાજગીની લાગણી પ્રવર્તી રહી છે.
Read Original Article →