કચ્છમાં 9 તાલુકા પંચાયત પ્રમુખોના નામ જાહેર:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી બાદ હોદ્દેદારોના નામ જાહેર, સર્વત્ર ઉજવણીનો માહોલ

Gujarat5/23/2026, 1:01:50 PM
કચ્છમાં 9 તાલુકા પંચાયત પ્રમુખોના નામ જાહેર:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી બાદ હોદ્દેદારોના નામ જાહેર, સર્વત્ર ઉજવણીનો માહોલ
કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, શનિવારે સવારથી જ 9 તાલુકા પંચાયતના પ્રમુખો સહિતના પદાધિકારીઓના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અંતર્ગત રાપર, ભચાઉ, અંજાર, ભુજ, માંડવી, મુન્દ્રા, લખપત, અબડાસા અને નખત્રાણા તાલુકા પંચાયતના નવા સુકાનીઓ મળ્યા છે. પ્રમુખ ઉપરાંત ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને દંડક સહિતના મહત્વના હોદ્દેદારોની પણ નિમણૂક કરવામાં આવી છે. તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખો રાપર: રાજેશ ઢીલા ભચાઉ: રાજીબેન વાવીયા ભુજ: લક્ષ્મીબેન ખેતાણી અંજાર: સંદીપ ચાવડા માંડવી: રેખાબેન છાભૈયા મુન્દ્રા: સંતોકબા જાડેજા અબડાસા: જયેન્દ્રસિંહ જાડેજા નખત્રાણા: ભારતીબેન ગોસ્વામી લખપત: ગંગાબેન બળિયા કચ્છની આ 9 તાલુકા પંચાયતોના નવા પદાધિકારીઓના નામોની જાહેરાત થતાં જ કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને આ જાહેરાતને વધાવી લેવામાં આવી હતી, જેના કારણે સમગ્ર કચ્છમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે.
Read Original Article →