ભુજના રેલડીમાં ખેડૂતોનો વિરોધ:ઓવરબ્રિજ કામગીરીથી જમીન કપાતમાં, કામ અટકાવવાના પ્રયાસથી પોલીસ-ખેડૂતો વચ્ચે ઘર્ષણ
કચ્છના ભુજ તાલુકાના રેલડી ગામે ખેડૂતોએ ઓવરબ્રિજની કામગીરીનો વિરોધ કર્યો હતો. જમીન કપાતમાં જતી હોવાથી ખેડૂતોએ કામ અટકાવવાનો પ્રયાસ કર્યો, જેના પગલે પોલીસ સાથે ઘર્ષણ થયું. બુધવારે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને ઓવરબ્રિજની કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતો દ્વારા કામ અટકાવવામાં આવતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં પોલીસે કેટલાક ખેડૂતોની અટકાયત કરી હતી. પોલીસ કાર્યવાહી બાદ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ઓવરબ્રિજનું કામ ફરી શરૂ કરવામાં આવ્યું હતું. ખેડૂત શશીકાંત પટેલે જણાવ્યું હતું કે, આ ઓવરબ્રિજની કામગીરીને કારણે કુલ 19 જેટલા ખેડૂતોની જમીન કપાતમાં જાય છે. જેના પરિણામે નાના અને સામાન્ય વર્ગના ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે.
Read Original Article →