ગુજરાતના દરિયાકાંઠે 'લોખંડી' સુરક્ષા:જામનગર બાદ હવે કચ્છમાં મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગ; પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે શંકાસ્પદ ગતિવિધિઓ પર કડક નજર

Gujarat4/5/2026, 6:33:41 AM
ગુજરાતના દરિયાકાંઠે 'લોખંડી' સુરક્ષા:જામનગર બાદ હવે કચ્છમાં મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગ; પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે શંકાસ્પદ ગતિવિધિઓ પર કડક નજર
પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રવર્તી રહેલી યુદ્ધની સ્થિતિને પગલે ભારતની જળસીમા પર સંભવિત ખતરાઓને ટાળવા માટે ગુજરાત પોલીસ અને મરીન ટાસ્ક ફોર્સ સજ્જ થઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાયેલી અસ્થિરતાના કારણે શંકાસ્પદ ગતિવિધિઓ અને ઘૂસણખોરી રોકવા માટે દરિયાઈ પટ્ટી પર સતત નજર રાખવામાં આવી રહી છે. કચ્છ: સરહદી અને દરિયાઈ વિસ્તારોમાં હાઈ-એલર્ટ કચ્છ જિલ્લો જે રણ અને દરિયો ધરાવતી આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલો છે, ત્યાં સુરક્ષા એજન્સીઓને 'એલર્ટ મોડ' પર રાખવામાં આવી છે. સુરક્ષા દળો દ્વારા સ્થાનિક માછીમારો અને સરહદી લોકોને યુદ્ધની ગંભીરતા અને શંકાસ્પદ વસ્તુઓ દેખાય તો તુરંત જાણ કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. જામનગરમાં ગઇકાલે હાથ ધરાયું હતું સ્પેશિયલ ઓપરેશન જામનગર સેક્ટરમાં ગઇકાલે એટલે કે 3/4/2026ના રોજ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ATS અને કોસ્ટલ સિક્યુરિટીના ADGP અમિતકુમાર વિશ્વકર્મા અને અન્ય ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ મરીન કમાન્ડોની ટીમોએ નીચે મુજબના સ્થળોએ તપાસ કરી હતી: સુરક્ષા વધારવાનું મુખ્ય કારણ શું? સામાન્ય રીતે આતંકવાદી ઘટનાઓ બાદ હાઈ-એલર્ટ અપાતું હોય છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં કોઈપણ અનિચ્છનીય બનાવ બને તે પહેલાં પૂરતી તકેદારી રાખવી અનિવાર્ય બની છે. પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે ભારતની જળસીમાને સુરક્ષિત રાખવી અને કોઈપણ સંભવિત ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવો એ આ સઘન પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય છે. દરિયામાં અવરજવર કરતી શંકાસ્પદ બોટ અને વ્યક્તિઓની સઘન તપાસ કરવામાં આવી રહી છે, જેથી કરીને દેશની સુરક્ષા સામે કોઈ જોખમ ઉભું ન થાય.
Read Original Article →