કચ્છમાં ડીઝલની અછત:AAPએ વિરોધ પ્રદર્શન કર્યું, ગાંધીધામમાં ભાવ વધારા અને અછત સામે નારા લગાવ્યા

Gujarat5/21/2026, 4:12:18 PM
કચ્છમાં ડીઝલની અછત:AAPએ વિરોધ પ્રદર્શન કર્યું, ગાંધીધામમાં ભાવ વધારા અને અછત સામે નારા લગાવ્યા
કચ્છ જિલ્લામાં ગુરુવારે ડીઝલની અછત સર્જાઈ હતી, જેના કારણે અનેક પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. આ પરિસ્થિતિના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ગાંધીધામ શહેરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામમાં AAP કાર્યકરોએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અને ડીઝલની અછત સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શનકારીઓએ ભાજપ સરકાર વિરુદ્ધ 'હાય હાય'ના નારા લગાવ્યા હતા. આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ડો. કાયનાતબેન અન્સારીએ જણાવ્યું હતું કે, ગાંધીધામ નજીક દેશના બે મોટા બંદરો કંડલા અને મુન્દ્રા આવેલા હોવા છતાં કચ્છમાં ડીઝલની અછત સર્જાઈ રહી છે. તેમણે ચેતવણી આપી હતી કે જો કચ્છમાં ડીઝલનો પૂરતો જથ્થો પૂરો પાડવામાં નહીં આવે તો મોટું આંદોલન કરવામાં આવશે.
Read Original Article →