વડતાલધામના ઉત્સવપ્રિય સાધુ શ્યામવલ્લભસ્વામીનો અક્ષરવાસ:અંતિમયાત્રા શુક્રવારે સવારે 9 વાગ્યે તેમના સંત નિવાસેથી નીકળશે

Gujarat5/14/2026, 11:23:21 AM
વડતાલધામના ઉત્સવપ્રિય સાધુ શ્યામવલ્લભસ્વામીનો અક્ષરવાસ:અંતિમયાત્રા શુક્રવારે સવારે 9 વાગ્યે તેમના સંત નિવાસેથી નીકળશે
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલના કાર્યનિષ્ઠને ઉત્સવ સમર્પિત સાધુ પૂજ્ય શ્યામવલ્લભ સ્વામીનો તા.14 મે 2026 નારોજ 40 વર્ષની નાની વયે અક્ષરવાસ થતાં સમગ્ર સત્સંગ સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે. સત્સંગ સમાજે ઊંડો આઘાત અનુભવ્યો છે. આવતીકાલે સવારે 9 કલાકે અંતિમયાત્રા નીકળશે શ્યામવલ્લભ સ્વામીના અક્ષરવાસના સમાચાર સત્સંગ સમાજમાં વ્યાપી જતા સત્સંગીઓમા ભારે દુ:ખની લાગણી વ્યાપી ગઈ હતી. શ્યામસ્વામીના અચાનક અક્ષરવાસથી સંત અને સત્સંગ સમાજે એક ઊંડો આઘાત અનુભવ્યો છે. અ.નિ.શ્યામવલ્લભ સ્વામીની અંતિમયાત્રા આવતીકાલે 15/5/2026ને શુક્રવારે સવારે 9 કલાકે વડતાલ તેમના સંત નિવાસ ખાતેથી નીકળી વડતાલ સ્મશાનગૃહે જશે. દરેક ઉત્સવોનું અભૂતપૂર્વ આયોજન અને સંચાલન કરતા શ્યામવલ્લભ સ્વામી વડતાલ મંદિરના વહિવટ સહયોગી અને ઉત્સવપ્રયોજક શ્યામવલ્લભ સ્વામીની ઉત્સવવિસ્તરણ સેવાનો કોઇ જોટો નથી..! વડતાલ મંદિર દ્વારા ઉજવાતા નાના મોટા ઉત્સવોમાં શ્યામ સ્વામી અગ્રેસર રહ્યા છે. સભાસંચાલન પર સ્વામીની પકડ હતી. ધોમધખતો ઉનાળો હોય શિયાળો હોય કે પછી ચોમાસુ હોય બધા જ દિવસો સરખા ગણી નિષ્ઠાપૂર્વક સમર્પિતભાવે સેવા કરી ઉત્સવોને ઉજાળ્યા છે. વડતાલમાં ઉજવાતા ઉત્સવ મહોત્સવને આખરી ઓપ આપતા પૂર્વે સ્વામીને આમતેમ હડીયાદોટ કરતા જોઇને એમની કાર્યશક્તિનો અંદાજ આપોઆપ આપણા માનસ પર મંડાય જતો હોય છે. પૂ.શ્યામસ્વામીએ રવિસભાના માધ્યમ ધ્વારા ઉત્સવો માટે સ્વયંસેવકોની આખી ટીમ તૈયાર કરી હતી. જે ઉત્સવોમાં તેમની પડખે અડીખમ ઉભી રહેતી હતી. દરેક ઉત્સવ સમૈયામાં આચાર્ય મહારાજે વધાવ્યા પંચોતેર ઉપરાંત ગામોના સત્સંગી યુવાનો પર શ્યામસ્વામીનો સત્સંગ પ્રભાવ હતો. પૂ.શ્યામસ્વામીએ નાના મોટા દરેક ઉત્સવ સામૈયામાં સુપેરૂ સફળ સંચાલન કર્યું હતું. જેના ગુરૂ બંધુ ડૉ.સંતવલ્લભસ્વામીનો પૂર્ણ સહયોગ અને માર્ગદર્શન રહ્યું હતું. સ્વામીની કાર્યપ્રણાલી થી ખુદ પ.પૂ.ધ.ધુ.1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ કોઠારી દેવપ્રકાશ સ્વામી ઉપરાંત વડીલ સંતો હરિભક્તો સહુ કોઈ પ્રભાવિત થયા છે. સભાઓમાં સ્વામીની મહારાજ તથા વડીલ સંતોએ મુક્ત કંઠે પ્રશંસા કરી છે. દરેક ઉત્સવ સમૈયામાં આચાર્ય મહારાજે વધાવ્યા છે.
Read Original Article →