વડતાલધામના શ્યામવલ્લભ સ્વામીની શ્રધ્ધાંજલિ સભા:કોઈ એ શિષ્ય ગુમાવ્યા તો કોઈ એ ગુરૂ પરંતુ મે તો મારુ સર્વસ્વ ગુમાવ્યુ: ડો. સંતવલ્લભદાસ
ગત તા. 14/05/2026ના રોજ સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય ગાદી વડતાલ ખાતે આસિસ્ટન્ટ કોઠારી પૂ. શ્યામવલ્લભદાસજી સ્વામીનુ નિધન થયું હતું. તેમની શ્રદ્ઘાંજલીસભાનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંતો, મહંતો, મંત્રીઓ અને શ્રેષ્ઠીઓ સહિત હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ઘાંજલી પાઠવી હતી. ગત તા. 14/05/2026ના રોજ સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય ગાદી વડતાલ ખાતે શ્રીજી મહારાજના લાડિલા, અનન્ય સેવક, ભજન ભક્તી અને સેવાઁ પારાયણ ઉપરાંત સંપ્રદાયના ઉત્સવ, મહોત્સવો, સમૈયાઓ જેવા વિશાળ કાર્યક્રમોની પાછળ જેઓનુ માઇક્રો-પ્લાનીંગ કામ કરતુ હોય છે એવા “મેનેજમેન્ટ ગુરૂ” અને વડતાલ મંદિરના આસિસ્ટન્ટ કોઠારી પૂ. શ્યામવલ્લભદાસજી સ્વામીનુ નિધન થયાના સમાચાર આપ સૌને મળ્યા હતા. ત્યારે જેઓ વર્ષોથી વડતાલધામની સહજતાથી અને અખંડ નિષ્ઠાથી સેવા કરી મહારાજનો રાજીપો, સંતોની પ્રસન્નતા, હરિભક્તોની સેવા અને વડતાલધામની અખંડ ચીંતા કરી આ ચારેય ભાવને જીવન મંત્ર બનાવ્યો તેમજ જેઓ માત્ર 6 વર્ષની વયે વડતાલધામ આવ્યા અને ત્યારથી વડતાલ તેમના માટે આશ્રય અને આધ્યાત્મિક ઘર સાથે જીવન ઘર બન્યુ જેથી ૧૧ વર્ષની ઉંમરે તેઓએ સંત દિક્ષા પ્રાપ્ત કરી વૈરાગ્યના વસ્ત્રોમાં શ્રીહરી ને અર્પણ થયા અને બસ પછી તો ત્યારથી જ સેવા, સમર્પણ અને ભક્તિના ગુણ એટલા વિકાસ પામ્યા કે મોચા ઉત્સવો, મહોત્સવોમા એક શાંત શક્તી હરહંમેશ કાર્યરત રહેતી અને તે કોઈ અન્ય નહી પરંતુ “પૂ. શ્યામવલ્લભદાસજી” હતા. તેઓની આયોજન દ્રષ્ટી એટલી વિશાળ હતી કે નાની સેવા હોય કે મોટો સમીયાળો તેઓ દરેક બાબતો પર ગહન ચર્ચા કરી ઉંડાણપૂર્વક વિચારી નિર્ણય લેતા તેમજ તેના દ્રારા લેવામા આવેલ નિર્ણયને સાકાર કરવા તેઓની સુઝબુઝ થી અને રવિસભાના માધ્યમ ધ્વારા ઉત્સવો માટે સ્વયંસેવકોની આખી ટીમ તૈયાર કરી હતી જે ઉત્સવોમાં તેમની પડખે અડીખમ ઉભી રહેતી હતી ૭૫ થી વધુ ગામોના સત્સંગી યુવાનો પર તેઓનો સત્સંગ પ્રભાવ હતો ત્યારે આવા વિરાટ સંતની ગત રોજ તા.૨૭/૦૫/૨૬ ના દિવસે તેમની “શ્રધ્ધાંજલિ સભા” યોજાણી હતી જેમા હજારોની સંખ્યામા સંતો અને હરિભક્તો જોડાણા હતા અને ઉપસ્થિત સંતો અને હરિભક્તો સ્વામીના નામ આગળ “અક્ષરનિવાસી” લગાવતા ત્યારે સૌ કોઇના હોઠ ફડફડી રહ્યા હતા અને હાથ થર થર કાંપી ઉઠયા હતા. પૂ. શ્યામ સ્વામીએ વડતાલધામે આવતા રાજકીય, સામાજીક કે આધ્યાત્મિક જગતના મહાનુભાવો સાથે પણ અતી લાગણીથી જોડાયેલા રહી પદાધિકારીઓને તેમને અનુલક્ષી તેઓને વિશેષ આદર સાથે સત્કારી જરૂરી વ્યવસ્થા કરવામા પણ ક્યારેય કચા કચાશ નથી રાખી અને તેથી જ તો સ્વિકારવુ પડે કે વડતાલનો વહિવટ ઓફીસમાથી તો માત્ર ૨૦ ટકા ચાલતો પરંતુ શ્યામ સ્વામીના “બાકડે” થી ૮૦ ટકા ચાલતો પછી કોઇ પણ હરિભક્ત, વિધાર્થી કે દિન દુખીયાળ વ્યક્તિ કેમ ના હોય સર્વે જનને ભોજન અને આશ્રો આપવામા તેઓ મશગૂલ રહેતા અને એટલે જ તો વડતાલ તેમની વાણીમા, વૃતીમા નીમા અને અંદરના ધબકારામાં વસ્તુ હતુ. તેઓ હંમેશા કહેતા કે, “હું વડતાલનો અનેં વડતાલ મારૂ”. તેઓના અથાક પરિશ્રમ રૂપી દ્રિશતાબ્દી મહોત્સવમાં જ્યારે તેઓ સંતો સાથે મન મુકી નાચ્યા ત્યારે લાગ્યું કે જાણે તેમની જીવનભરની સેવા આનંદરૂપે સમર્પીત થઇ ગઇ અને તેઓના જ નિધનથી, તેઓની જ ગેરહાજરીથી આજે એ બાકડો ટુટી પડયો, વડતાલના માર્ગોમા તેમની દોડધામની સ્મૃતિ રહી ગઇ, સંતમંડળમા તેઓની સહજ હાજરીનો હેત રહી ગયો અને હરીભક્તોના હર્દયમા તેઓની સેવા અને કરૂણા જીવંત રહી ગઈ. અંતે તો એક ૪૦ વર્ષ અને ૩૪ દિવસના યુવાન સંતે કરી બતાવ્યું કે મોટાો પદથી નહી પરંતુ સેવાથી મળે છે અને એટલે જ તેઓએ પોતાનુ સમગ્ર જીવન દેવ, સંતો, મંદિર અને સેવામાં સમર્પિત કર્યું અને એના અનુસંધાને આજથી "વડતાલધામ” ના સંતો અને હરિભક્તો તેઓને સેવામૂર્તી સંતનુ બિરૂદ આપે છે અને જ્યાં સુધી વડતાલની ધજા લહેરાશે, જ્યાં હરીભક્તોના જીવનમા સેવા પ્રગટશે, જ્યાં સુધી સંતોના આશીર્વચનમાં સમર્પણનો મહિમા ગુંજશે ત્યાં સુધી પૂ. શ્યામ સ્વામીનુ જીવન પ્રેરણારૂપ બની રહેશે. તેઓને “શોક સંદેશો” પાઠવવા હજારો સંતોની ઉપસ્થિતિ તો રહી જ હતી પરંતુ દેશ વિદેશના હરિભક્તો ઉપરાંત રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સાંસદ સભ્ય પુરશોતમભાઈ રૂપાલા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ પ્રધુમન વાજા, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયા, વાહનવ્યવહાર મંત્રી પ્રવીણ માળી, મહેસૂલ મંત્રી સંજયસિંહ મહીડા, આરોગ્ય મંત્રી પ્રફુલ પાંશેરીયા, કાયદા મંત્રી કૌશીક વેકરિયા, ધર્મેશભાઈ મહેતા અને કીર્તિભાઈ ભટ્ટ- ધર્મજાગરણ સમન્વય વિગેરે મહાનુભાનોએ ટેલિફોનીક તેમજ પત્ર દ્રારા શ્રધ્ધાંજલિ રૂપે શાબ્દિક શ્રધ્ધાસુમન અર્પણ કર્યાં હતા તેમજ અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી, પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઇ, ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણી વિગેરે મહાનુભાવો શ્રધ્ધાંજલિ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. તદઉપરંતા સંપ્રદાયના વરિષ્ઠ સંતો પૂ. બાલ સ્વામી (મેમનગર ગુરૂકુળ), પૂ. ધર્મવલ્લભદાસજી સ્વામી (સુરત ગુરુકુળ), પૂ. ધનશ્યમપ્રકાશદાસજી સ્વામી, પૂ. જ્ઞાનજીવનદાસજી સ્વામી, પૂ. નિલકંઠચરણદાસજી સ્વામી, પૂ. હરજીવનશાસ્ત્રી સ્વામી, પૂ. પી.પી. સ્વામી, પૂ. લાલજી ભગતજી, કૃષ્ણવલ્લભદાસજી સ્વામી, કૃષ્ણવિહારીદાસજી સ્વામી, પુર્ણસ્વરૂપદાસજી સ્વામી, ન્યૉલકરણદાસજી સ્વામી, વિવૈકસાગરદાસજી સ્વામી (સાંળગપુર), રામ સ્વામી (ગાંધિનગર), રાધારમણદાસજી સ્વામી, સત્સંગભૂષણ સ્વામી, પ્રભુ સ્વામી (વેડ રોડ), સૂર્યપ્રકાશદાસજી સ્વામી, હરિચરણદાસજી સ્વામી, ભાનુપ્રકાશદાસજી સ્વામી (પોરબંદર)ત્ર નારાયણચરણદાસજી સ્વામી, કે.પી. સ્વામી (ભાવનગર), સત્યપ્રકાશદાસજી સ્વામી (હૈદરૈબાદ), પૂ. ઘનશ્યામ સ્વામી, પવન સ્વામી, પૂ. રામકૃષ્ણ સ્વામી, વિગેરે ૧૦૦૦ થી વઘુ સંતોએ ઉપસ્થિત રહ્યા શ્રધ્ધાસુમન અર્પણ કર્યાં હતાં. આવા કાર્યનિષ્ઠ અને ઉત્સવ સમર્પિત સાધુના નિઘનથી સમગ્ર સત્સંગ સમાજમાં ક્યારેય ન પુરી શકાય્ તેવી મસ મોટી ખોટ પડી છે. સત્સંગ સમાજે ઊંડો આઘાત્ અનુભવ્યો છે ત્યારે સૌને એક જ પ્રશન હતો આપણને અતી હેતથી લાડ લડાવનાર, ભોજન કરાવનાર, ઉતારા આપનાર, અને દરેક સમસ્યાનુ ઝડપભેર નિરાકરણ લાવનાર સંત આપણી વચ્ચે નથી ત્યારે આપણે તો પાંગળા બની જશુ ત્યારે સૌએ લક્ષ્મીનારાયણ દેવને પ્રાથના કરી સ્વામીને અક્ષરધામનુ સુખ મળે તેવી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
Read Original Article →