નડિયાદ મનપાના પ્રથમ મેયર બન્યા મનીષ પટેલ:ડેપ્યુટી મેયર તરીકે કલ્પેશ રાવળ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પરાગ બ્રહ્મભટ્ટની વરણી કરાઈ

Gujarat5/26/2026, 5:03:29 AM
નડિયાદ મનપાના પ્રથમ મેયર બન્યા મનીષ પટેલ:ડેપ્યુટી મેયર તરીકે કલ્પેશ રાવળ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પરાગ બ્રહ્મભટ્ટની વરણી કરાઈ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 15 મનપામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, ત્યારે હવે રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી પ્રક્રિયા આજથી તબક્કાવાર રીતે શરૂ કરવામાં આવી છે. મનપાના મેયર, ડેપ્યુટી મેયર સહિત પાંચ મુખ્ય હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે આજે નડિયાદ મનપાના પણ મેયર સહિતના નામોની જાહેરાત થઈ ગઈ છે. નડિયાદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે વોર્ડ નંબર 11ના મનીષ પટેલની પસંદગી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 9ના કલ્પેશ રાવળ તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પરાગ બ્રહ્મભટ્ટ. શાસક પક્ષના નેતા તરીકે મેઘના વિકાસકુમાર શાહ. દંડક તરીકે પુષ્પાબેન પરમારના નામ જાહેર કરાયા છે. કોણ છે મેયર મનીષ પટેલ? મનીષ પટેલ પીપલગ ગામના પૂર્વ સરપંચ રહી ચૂક્યા છે, પાટીદાર સહિત તમામ સમાજ સાથે સારા સંબધો છે, ભાજપના સનિષ્ઠ કાર્યકર અને ધારાસભ્ય પંકજ દેસાઈના અંગત માનવામાં આવે છે. ડે.મેયર કલ્પેશ રાવળ કલ્પેશ રાવળ બીજેપી પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટના ખાસ છે. તેમજ કલ્પેશ રાવળની કામગીરીના કારણે તેઓને આ હોદ્દો મળ્યો છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરાગ બ્રહ્મભટ્ટ પરાગ બ્રહ્મભટ્ટ ભાજપના જુના કાર્યકર્તા છે અને ગુજરાતના ટોચના નેતાના સંપર્કમાં હોવાનું મનાય છે, આ ઉપરાંત સેવા પ્રવૃત્તિમાં તેમનું નામ તેમના વિસ્તારમાં મોખરે રહે છે.
Read Original Article →