“ગોકુલધામ ક્રિકેટ ચેમ્પિયન્સ લીગ 2026” ના મેગા ફિનાલેનું ભવ્ય સમાપન:પુરસ્કાર વિતરણ કાર્યક્રમ દરમિયાન હજારો ક્રિકેટપ્રેમીઓ, મહાનુભાવો, સંતો તથા યુવાનોની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને ઐતિહાસિક બનાવ્યો

Gujarat5/14/2026, 2:30:53 PM
“ગોકુલધામ ક્રિકેટ ચેમ્પિયન્સ લીગ 2026” ના મેગા ફિનાલેનું ભવ્ય સમાપન:પુરસ્કાર વિતરણ કાર્યક્રમ દરમિયાન હજારો ક્રિકેટપ્રેમીઓ, મહાનુભાવો, સંતો તથા યુવાનોની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને ઐતિહાસિક બનાવ્યો
ગોકુલધામ સ્પોર્ટ્સ અકેડમી દ્વારા આયોજિત “ગોકુલધામ ક્રિકેટ ચેમ્પિયન્સ લીગ 2026” ની ભવ્ય ક્લોઝિંગ સેરેમની તા. 7 મે 2026 ના રોજ ગૌરવપૂર્ણ અને ઉત્સાહભેર સફળતાપૂર્વક યોજાઈ હતી. ફાઇનલ મુકાબલો, સમાપન સમારોહ અને પુરસ્કાર વિતરણ કાર્યક્રમ દરમિયાન હજારો ક્રિકેટપ્રેમીઓ, મહાનુભાવો, સંતો તથા યુવાનોની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને ઐતિહાસિક બનાવ્યો હતો. આ પ્રસંગે ટુર્નામેન્ટના સ્પોન્સર્સ એવા પાશમ ગ્લોબલ, આનંદ ઈડેબલ ઓઈલ, કેડીસીસી બેંક ખેડા, શિવશ્યામ બિલ્ડર્સ, ગુરુકૃપા જ્વેલર્સ-પેટલાદ, મનીષ જ્વેલર્સ –પેટલાદ, સંતરામ ફર્નીચર –નડીઆદ, શિતલ આઈસ્ક્રીમ, દાવત ડ્રીન્કસ વગેરે નાં માલિક તથા પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.અને ગોકુલધામના સ્વપ્નદ્રષ્ટા પૂજ્ય શુકદેવ સ્વામીજી તથા પૂજ્ય ડો સંતસ્વામી સ્વામી વડતાલ તેમજ ટુર્નામેન્ટ સ્પોન્સરે પ્લેયર્સને આશીર્વાદ પાઠવ્યા હતાં. આ પ્રતિષ્ઠિત ક્રિકેટ લીગનો પ્રારંભ તા. 28 માર્ચ 2026 થી કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે 24 ટીમોની ભાગીદારી બાદ આ વર્ષે 40થી વધુ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ટૂર્નામેન્ટને વધુ વિશાળ અને સફળ બનાવ્યો હતો. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી આવેલી ટીમોએ પણ ઉત્તમ રમત પ્રદર્શન કરી ટૂર્નામેન્ટની શોભામાં વધારો કર્યો હતો.આ સમગ્ર મેગા ટૂર્નામેન્ટ દરમિયાન રણજી ટ્રોફી, આઈપીએલ તથા સૈયદ મુશ્તાક અલી ટ્રોફી સાથે જોડાયેલા પ્રતિભાશાળી ખેલાડીઓની હાજરી વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. દર્શકોને અનેક રોમાંચક મેચો, શાનદાર સિક્સરો, ઝડપી વિકેટો અને ઉત્તમ રમતિયાળ ભાવના જોવા મળી હતી. ટૂર્નામેન્ટના રોમાંચક ફાઇનલ મુકાબલામાં સંસ્કૃતિ સલૂન વડોદરા ની ટીમે માઝા માવેરીક્સ અમદાવાદની ટીમને 21 રને પરાજય આપી ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો. બંને ટીમોએ રમતિયાળ ભાવના સાથે ઉત્તમ પ્રદર્શન કર્યું હતું, જેને દર્શકોએ ભારે વધાવી લીધું હતું. ક્લોઝિંગ સેરેમની દરમિયાન વિજેતા તથા રનર-અપ ટીમોને ભવ્ય ટ્રોફી અને પુરસ્કારો અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે સાથે ખેલાડીઓ, આયોજકો, સ્પોન્સર્સ, સહયોગીઓ તથા સમગ્ર ટૂર્નામેન્ટને સફળ બનાવનાર તમામ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ગોકુલધામ સ્પોર્ટ્સ અકેડમીનો મુખ્ય હેતુ ગ્રામ્ય તથા યુવા ખેલાડીઓને એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાનો, રમતગમતને પ્રોત્સાહન આપવાનો તથા નવી રમત પ્રતિભાઓને આગળ લાવવાનો છે. ગોકુલધામ સ્પોર્ટ્સ અકેડમી સમગ્ર ટૂર્નામેન્ટને સફળ બનાવવા બદલ તમામ ટીમો, ખેલાડીઓ, દર્શકો, મહાનુભાવો, મીડિયા પ્રતિનિધિઓ, સ્પોન્સર્સ અને સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.
Read Original Article →