વડતાલધામના સાધુ શ્યામવલ્લભદાસ પંચતત્વમાં વિલીન:18 મે એ ગઢપુરમાં અસ્થિ વિસર્જન અને 27 મે એ વડતાલમાં શ્રધ્ધાંજલિ સભા યોજાશે

Gujarat5/15/2026, 8:06:56 AM
વડતાલધામના સાધુ શ્યામવલ્લભદાસ પંચતત્વમાં વિલીન:18 મે એ ગઢપુરમાં અસ્થિ વિસર્જન અને 27 મે એ વડતાલમાં શ્રધ્ધાંજલિ સભા યોજાશે
વડતાલધામને ઉત્સવ સમૈયાઓથી ગુંજતું કરનારા અને યુવા પેઢીના સેવકોના ઘડવૈયા, મૂક સેવક સાધુ શ્યામવલ્લભદાસજી અક્ષરધામ સિધાવ્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા આજરોજ સમગ્ર મૂળ સંપ્રદાયના અગ્રણી સંતો ભક્તોની ભીડ ઉમટી હતી. વહેલી સવારથી જ ભક્તોએ અંતિમ દર્શનની લાંબી કતારોમા ગોઠવાયા હતા. સહજ અને સાધુ સ્વભાવે સહુની આગતા સ્વાગતા કરતા .. ઉત્સવ સમૈયાઓના આયોજન કરતા .. નાના માણસોની સેવામાં મોટા માણસોને જોડતા અને જાતને ઘસી ઘસીને સેવા કરતા રહેતા પરિણામે પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડળધામ , પૂજ્ય નિત્યસ્વરૂપ સ્વામી સરધાર , પૂજ્ય નિલકંઠચરણ સ્વામી જેતપુર , દેવપ્રકાશ સ્વામી મુખ્ય કોઠારી , વડતાલ - પી પી સ્વામી ચેરમેન જુનાગઢ, હરિજીવન સ્વામી ચેરમેન ગઢપૂર , દિવ્યવલ્લભ સ્વામી લોયાધામ , વિવેકસાગર સ્વામી સારંગપુર , પી પી સ્વામી - જેતલપુર , કૃષ્ણવલ્લભ સ્વામી મહંત મૂળી , ભૂજ મંદિરના સંતો , દેવપ્રસાદ સ્વામી - મહંત રાજકોટ ગુરૂકુળ, બાલકૃષ્ણદાસજી સ્વામી - એસ જી વી પી ગુરુકુળ, પૂજ્ય બાપુ સ્વામી , ઘનશ્યામ સ્વામી ચીખલી , શ્રીનારાયણ શાસ્ત્રી, વડતાલ શાખા મંદિરના કોઠારી સંતો - મહંતો અને અગ્રણી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ચેરમેન ડો સંત સ્વામી , શુકવલ્લભ સ્વામી , મુનિવલ્લભ સ્વામી, બ્રહ્મ સ્વરૂપ સ્વામી, ત્યાગ સ્વામી , અમૃત સ્વામી , પ્રેમ સ્વામી , હરિદાસ ભગત વગેરે મંડળના સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. શેઠ પંકજભાઈ વડોદરા , શેઠ ભુપેન્દ્રભાઈ ભરૂચ , સંજયભાઈ ટ્રસ્ટી , શૈલેષભાઈ સાવલિયા , વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિકિત , પ્રીન્સ , કૌશિક , જીજ્ઞેશ વગેરે -વડતાલ, જોળ, વલેટવા, તારાપુર, સંજાયા વગેરે ગામના યુવા આગેવાનો પણ અંતિમ દર્શનાર્થે પહોંચ્યા હતા. પૂજ્ય સ્વામીની શ્રધ્ધાંજલિ સભા 27/05/2026 ના રોજ સાંજે 4 થી 7 વાગ્યે વડતાલ મુકામે યોજાશે. અસ્થિ વિસર્જન- તા 18/05/2026ના રોજ ગઢપુર મુકામે કરવામાં આવશે. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા પૂજ્ય તેજેન્દ્રપ્રસાદજી મહારાજે ટેલિફોનિક સાંન્તવના પાઠવી હતી.. સહુના લાડકવાયા સંત પાર્થિવ શરીરે આપણી વચ્ચે નથી પરંતુ સેવા સ્વરૂપે સદા વડતાલના ભક્તોના હૃદયમાં સ્થાન ધરાવે છે.
Read Original Article →