ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:અગરબત્તીનું ઝેરી કેમિકલ દારૂ તરીકે વેચ્યું , 4 ગંભીર

Gujarat6/3/2026, 12:00:00 AM
ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:અગરબત્તીનું ઝેરી કેમિકલ દારૂ તરીકે વેચ્યું , 4 ગંભીર
કેશોદ પંથકમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં કેમિકલયુક્ત ઝેરી પીણું પીવાના કારણે 5 લોકોની તબિયત લથડી છે. આ તમામ લોકોને સારવાર માટે કેશોદ અને ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ ખસેડાયા છે, જેમાં બે દર્દીઓની હાલત ગંભીર છે અને તેઓ હાલ વેન્ટિલેટર તેમજ ડાયાલિસિસ પર છે. ભોગ બનનારાઓના પરિવારોના જણાવ્યા મુજબ, આ પીણું પીધા બાદ તરત જ આંખે અંધારા આવવા લાગ્યા હતા, દેખાતું બંધ થઈ ગયું હતું અને શ્વાસ રૂંધાવા સાથે છાતીમાં અસહ્ય દુખાવો શરૂ થયો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આર્થિક લાલચમાં આવીને અગરબત્તી બનાવવામાં સુગંધ માટે વપરાતા અત્યંત જોખમી કેમિકલ વોલેટાઈલ સબસ્ટન્સમાં સાદું પાણી મિક્સ કરી તેને દારૂ તરીકે વેચી દેવામાં આવ્યો હતો. પોલીસે મુખ્ય આરોપી રામ સિસોદીયા સહિત અન્ય સાગરીતોની અટકાયત કરી છે. તબીબનો અભિપ્રાય દારૂના વેપારીએ વીડિયો વાયરલ કર્યો..‎ "અમારા દારૂની લેબોરેટરી કરાવવાની‎છૂટ! 4 કિમીમાં 20 જણા માલ વેચે છે''‎ " મારું નામ સિસોદિયા અજીતસિંહ છે. રાંભાઈ સિસોદિયા છે એ મારા બાપુ છે. અને જે બનાવ બન્યો, જે ઘટના બની, જે અફવા ફેલાઈ, એની સાથ ગેરંટી સાથે હું કહેવા માંગુ છું અને જે લોકો અફવા ફેલાવે છે, એમને હું એમને કહેવા માંગુ છું મારા તરફથી કે એમની પાસે 100% પ્રૂફ હોવું જોઈએ, બાકી મારી પાસે 100% પ્રૂફ છે. અને અહીંથી જ તેણે દારૂ લીધો અને અસર થઇ એનું પ્રૂફ હોવું જોઈએ, જે મજૂરનું મોત થયુ એનો પરિવાર આપણી સાથે છે, એ કહેવા માંગે છે કે, ભાઈ એ મહારાષ્ટ્રથી નશાની ગોળી લઇ આવતો અને ખાતો હતો. એમા એનુ મોત થયુ. આપડે લીગલી હાલવાવાળા માણસો છીએ, આજ સુધી આવું બન્યુ નથી. આની અસર ત્રણ, ચાર વ્યક્તિને નહીં, બધાને થવી જોઈએ. આપણે 40 લોકોને વેચ્યો હતો. આપણે રોજ 10 લિટર વેચતા હતા, તો 10 લિટરમાં બે જણા કે ચાર જણાને ના પીએ. એ તો સામાન્ય લોકોય વિચારી શકે, અમારે ત્યાંથી જુથળ, પાણીધ્રા, ગે લાણાથી આવતા હતા. આ 4 કિલોમીટરની અંદર 20 જણા અમારા કરતાં 10 ગણો માલ વેચે છે. માલ વંથલીથી આવતો હતો. > અજીતસિંહ સિસોદિયા, આરોપીનો ભત્રીજો. FSL રિપોર્ટમાં વોલેટાઇલ સબસ્ટન્સ મળ્યું નથી :ઇન્ચાર્જ એસપી ગઈકાલે મોડીરાત્રે શંકાસ્પદ પીણું પીવાથી 4 થી 5 લોકોને ઝેરી અસર થઈ હોવાની માહિતી મળી હતી. જેમાંથી 2 દર્દીઓ જોખમથી બહાર છે, જ્યારે 2 દર્દીઓ ગંભીર હાલતમાં ડાયાલિસિસ હેઠળ છે. મુખ્ય આરોપીએ આર્થિક લાલચમાં અગરબત્તીનું જોખમી કેમિકલ પાણીમાં મેળવીને વેચ્યાની કબૂલાત કરી છે. રાત્રે જ હોટલો પર દરોડા પાડી શંકાસ્પદોને કસ્ટડીમાં લેવાયા છે અને કેમિકલના સેમ્પલ વધુ તપાસ માટે FSLમાં મોકલાયા હતા તેનો રિપોર્ટ આવી ગયો છે જેમાં દર્દીઓએ વોલેટાઇલ સબસ્ટન્સ પીધુ હોવાના પુરાવા મળ્યા નથી. > રોહિત ડગર, ઈન્ચાર્જ એસ.પી. જૂનાગઢ. વોલેટાઈલ સબસ્ટન્સ પીવાથી શું અસરો થાય?
Read Original Article →