અગાઉ જોષીપરામાંથી ઝડપાઈ''તી‎:17 વર્ષથી જૂનાગઢમાં રહેતા 2 મહિલા સહિત ત્રણ બાંગ્લાદેશી ઝડપાયા

Gujarat6/4/2026, 12:00:00 AM
જૂનાગઢ જિલ્લામાં પોલીસ દ્વારા 17 વર્ષથી જૂનાગઢમાં રહેતા 2 મહિલા સહિત 3 બાંગ્લાદેશીને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે. ઇન્ચાર્જ એસપી રોહિત ડગરે ભાસ્કરને જણાવ્યું હતું કે, બાંગ્લાદેશી ઘૂસણખોરોની શોધખોળ માટે પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્થાનિક મજૂરો, બાંધકામ સાઈટો અને શંકાસ્પદ વસાહતોમાં બાયોમેટ્રિક તેમજ દસ્તાવેજી ચકાસણીની પ્રક્રિયા હાથ કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં જૂનાગઢ શહેર અને જિલ્લામાં 40 જેટલા લોકોને ચેક કરવામાં આવ્યા હતા. આ દરમિયાન 17 વર્ષથી જૂનાગઢ શહેરમાં રહેતા 2 મહિલા સહિત 3 બાંગ્લાદેશીને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી છે. અગાઉ જોષીપરામાંથી ઝડપાઈ'તી શહેરના જોષીપરા વિસ્તારમાંથી તારીખ 15-07-2023ના રોજ પોલીસે બાંગ્લાદેશના સાતખીરા જિલ્લાના તુલસીદંગા વિસ્તારની વતની મોસમદ શહનારા બેગમને ઝડપી હતી. મહિલા 15 વર્ષથી પોતાની સાચી ઓળખ છુપાવીને જૂનાગઢમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહી હતી. હાલ મહિલાને ડીપાર્ટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.
Read Original Article →