કેનના ભાવમાં પણ મોટો ઉછાળો:શહેરમાં ડીઝલ સંગ્રહ માટેના કેન મોંઘા, 50 લીટર પ્લાસ્ટિકના કેનના ભાવ 150થી વધી 250ને પાર
રાજ્યભરમાં સર્જાયેલી ઇંધણ કટોકટી અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની ગંભીર અસર હવે સ્થાનિક વેપારીઓ અને ખેડૂતો પર જોવા મળી રહી છે. સવારથી જ પેટ્રોલ પંપો પર લાગતી લાંબી લાઈનો વચ્ચે, ખેતીકામ માટે ડીઝલનો સંગ્રહ કરવા મજબૂર બનેલા ખેડૂતો પ્લાસ્ટિકના કેન ખરીદી રહ્યા છે. પરંતુ આ કેનના ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. સ્થાનિક હોલસેલ વેપારી ચેતનભાઈના જણાવ્યા અનુસાર, પ્લાસ્ટિકના કાચા માલ (દાણા)ના ભાવ પ્રતિ ટન રૂપિયા 90થી સીધા વધીને રૂપિયા 170 થઈ ગયા છે. કાચો માલ લગભગ બમણો મોંઘો થતાં તૈયાર વસ્તુઓ પણ ડબલ કિંમતે વેચવી પડી રહી છે. બીજી તરફ, રિટેલ વેપારી માધવદાસ લોંગમલે જણાવ્યું કે સ્ટાન્ડર્ડ કિંમતોમાં રૂપિયા 30 ટકાથી રૂપિયા 40 ટકાનો સીધો વધારો થયો છે. ભાવ રોજ બદલાઈ રહ્યા છે. આ અનિશ્ચિતતાને કારણે મોટા વેપારીઓ નવો માલ રાખતા ડરી રહ્યા છે. તેના કારણે બજારમાં માલની અછત વર્તાઈ રહી છે. કારીગરો બેરોજગાર બની રહ્યા છે. આમ, મોંઘવારી અને અછતના કારણે ખેડૂતો અને નાના વેપારીઓ અત્યારે બેવડો માર સહન કરી રહ્યા છે. વધુમાં વેપારીઓએ જણાવ્યુ હતુ કે, નાના કારીગરોને કામ આપવા માટેનું પણ રો-મટિરીયલ મળતુ નથી.
Read Original Article →