પવનનું જોર રહેતા ગરમીમાં રાહત‎:ગરમી 1.4 ડિગ્રી ઘટી, તાપમાન 41.2 નોંધાયું

Gujarat5/15/2026, 12:00:00 AM
બુધવારે જૂનાગઢ સહિત સોરઠમાં ગરમી વધુ 1.4 ડિગ્રી ઘટી તાપમાન 41.2 ડિગ્રી નોંધાયું હતું. જેના પગલે લોકોએ રાહત અનુભવી હતી. તારીખ 9 મેથી જૂનાગઢનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી પર રહ્યા બાદ મંગળવારે મહત્તમ તાપમાન 42.6 ડિગ્રી નોંધાયા બાદ બુધવારે 1.4 ડિગ્રી ઘટીને ગરમી 41.2 ડિગ્રી નોંધાઈ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ તાપમાનમાં એક થી બે ડિગ્રીનો ઘટાડો શરૂ થવાની સાથે બુધવારે તેમજ ગુરૂવારે પણ દિવસ દરમિયાન પવનનું જોર રહ્યુ હતુ જેના કારણે ગરમીના બફારામાં ઘટાડો જોવા મળ્યો હતો. પવન રહેતા ગરમીની આંશિક રાહત અનુભવી હતી. આ સાથે રાત્રીના વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી.
Read Original Article →