જૂનાગઢમાં ગરમીથી આંશિક રાહત:તાપમાન 1 ડિગ્રી ઘટ્યું

Gujarat6/5/2026, 12:00:00 AM
બુધવારે જૂનાગઢ સહિત સોરઠમાં મહત્તમ તાપમાનનો પારો ઉપર ચડીને 39.4 ડિગ્રીએ પહોંચી ગયા બાદ ગુરુવારે તાપમાન 1 ડિગ્રી ઘટીને 38.3 ડીગ્રી નોંધાયું હતું. ગઈ તારીખ 29 મે ના રોજ શહેરમાં મહત્તમ તાપમાન 38.8 ડિગ્રી નોંધાયું હતું. જેના 5 દિવસ બાદ એટલે બુધવારે 39.4 ડીગ્રી ગરમી રહી હતી. પરંતુ શુક્રવારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ રહેતા અને આકાશ વાદળમય રહેતા બપોરે ગરમી 1.1 ડિગ્રી ઘટીને 38.3 ડિગ્રી થઈ જતા લોકોએ આંશિક રાહત અનુભવી હતી. જોકે, આગામી સમયમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીનાં એંધાણ વર્તાઇ રહ્યા છે. હવામાન વિભાગે આગામી સમયમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની આગાહી કરી છે.
Read Original Article →