જૂનાગઢ જિલ્લાના 4671 છાત્રોની 11મીથી કસોટી શરૂ થશે‎:ધોરણ 10-12 પુરક પરીક્ષાની હોલ ટિકિટ બોર્ડની વેબસાઇટ પર મુકાઇ

Gujarat6/4/2026, 12:00:00 AM
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10, સંસ્કૃત પ્રથમા તથા ધો.12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ પૂરક પરીક્ષા માટેની હોલટિકિટ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પરીક્ષા 11 જૂનથી શરૂ થવાની છે. પરીક્ષાર્થીઓના પ્રવેશપત્રો બોર્ડની વેબસાઇટ પરથી શાળાઓ દ્વારા ડાઉનલોડ કરી શકાશે. શાળાઓએ પોતાના ઇન્ડેક્સ નંબર તથા નોંધાયેલા મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ આઈડીનો ઉપયોગ કરીને હોલટિકિટ મેળવવાની રહેશે. હોલટિકિટની પ્રિન્ટ કાઢ્યા બાદ તેમાં દર્શાવાયેલા વિષય, માધ્યમ, ફોટોગ્રાફ, પરીક્ષાર્થી અને વર્ગ શિક્ષકની સહી સહિતની વિગતોની ચકાસણી કરી પરીક્ષાર્થીને આપવાની રહેશે. સાથે જ પરીક્ષાની સૂચનાઓ પણ પરીક્ષાર્થીને પહોંચાડવાની રહેશે.
Read Original Article →