તંત્રએઆક્રમક બની તવાઇ હાથ ધરી:આખા મહિનામાં ખનિજચોરીના માત્ર 33 કેસ થતા, હવે 2 જ દિવસમાં 14 કેસ : ઇન્ચાર્જ અધિકારી ગુરૂવારે જ આવે !
જૂનાગઢમાં ખનિજચોરી કરનાર પર તંત્રએઆક્રમક બની તવાઇ હાથ ધરી છે. જેને કારણે ભૂમાફિયાઓમાં ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને તાજેતરમાં જ સાંતલપુર- ઓઝત નદી વચ્ચેના રસ્તા પર રેતી ભરેલા ડમ્પર ચાલકે મહિલાને હડફેડે લેતા મોત નિપજ્યુ હતુ. જે ઘટના બાદ ગ્રામજનોએ રોષે ભરાઇને ડમ્પર પણ સળગાવી દિધુ હતુ. બાદમાં કલેકટરને રજૂઆત કરવા પહોચ્યા હતા. રજૂઆત મળતા જ તંત્રએ ખનિજચોરી કરનાર ભૂમાફિયાઓપર લાલ આંખ કરી છે. અગાઉ એક મહિનામાં 33 કે તેથી વધારે ખનિજચોરીના કેસ થતા હતા અને 35 લાખ કે તેથી વધુના દંડની વસુલાત થતી હતી પરંતુ જૂન મહિનાની શરૂઆતના 2 જ દિવસમાં ખનિજચોરીના 14 કેસ કરીને વાહનો સહિત રૂપિયા 3.90 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી રૂપિયા 28.5 લાખનો દંડ પણ ફટકાર્યો હતો. ઉપરાંત જૂનાગઢ ખાતેની ખાણ ખનિજ વિભાગની કચેરી પણ ઇન્ચાર્જથી ચાલી રહી છે. જેમાં જે અધિકારી છે તે પણ કાર્યવાહક છે. ઉપરાંત આ અધિકારી માત્ર જૂનાગઢ કચેરીએ અઠવાડીયામાં એક જ વાર એટલે કે ગુરૂવારે આવી રહ્યા છે.ઉલેખનીય બાબત એ છે કે, અધિકારીની માત્ર એક દિવસીય હાજરી અને ભૂમાફિયાઓ વિરૂદ્ધ નક્કર અને અપૂરતી કાર્યવાહીના કારણે ખનીજચોરી વધી રહી છે. જે વિસ્તારમાં લીઝ ચાલી રહી છે તે ક્ષેત્રનુ સ્થાનિક તંત્ર પણ આ ખનીજમાફિયાઓ પર મીઠી નજર રાખી રહ્યુ હોય તેવી પણ ચર્ચાએ તેજ પકડ્યુ છે. તાજેતરમાં જ તંત્ર દ્વારા બે દિવસમાં જ ઓવરલોડ રેતી ભરેલા સહિતના અન્ય વાહનોને પકડી પાડ્યા હતા. જાન્યુઆરી - 35 કેસ ફેબ્રુઆરી - 43 કેસ માર્ચ - 38 કેસ એપ્રિલ - 51 કેસ મે - 33 કેસ જૂન - 14 કેસ અન્ય રૂટનો સર્વે શરૂ છે સાંતલપુરમાંથી જે ભારે વાહનો પસાર થઇ રહ્યા છે તે બંધ કરી અન્ય રૂટ શોધવા માટે કલેકટરની સુચના મુજબ રૂટનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. સોમવારથી નવો રૂટ શરૂ થઇ જશે. > કનકસિંહ ગોહીલ, એસડીએમ
Read Original Article →