કર્મચારીઓ લાચાર:મનપાના આઉટસોર્સિંગના 600કર્મચારીના શિરે તલવાર લટકી
જૂનાગઢ મહાનગરપાલિકામાં આઉટસોર્સિંગ એજન્સીનું ટેન્ડર 8 તારીખે પૂર્ણ થઈ રહ્યું છે. નવા ટેન્ડર કે વર્ક ઓર્ડરનું કોઈ આગોતરું આયોજન ન હોવાથી મનપા તંત્રએ કર્મચારીઓને સ્પષ્ટ કહી દીધું છે કે, 'પગાર વગર પોતાના જોખમે નોકરી કરવી હોય તો જ આવવું'. અધિકારીઓની અણઘડ નીતિઓને કારણે આજે 600 પરિવારોના ગુજરાન પર જોખમ ઊભું થયું છે.શાસકો એક બાદ એક વહીવટી મોરચે નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. શહેરના મહત્વના કામો સંભાળતા આઉટસોર્સ કર્મચારીઓ માટે જ્યારે ટેન્ડર રિન્યૂ કરવાનો સમય આવ્યો, ત્યારે તંત્રએ હાથ ઊંચા કરી દીધા છે. જો 8 તારીખ સુધીમાં નવી એજન્સીનો વર્ક ઓર્ડર ફાઈનલ નહીં થાય, તો આ કર્મચારીઓએ મફતમાં કામ કરવું પડશે અથવા નોકરી ગુમાવવી પડશે. આયોજન વગરની નીતિ
સ્ટેન્ડિંગ કમિટીની દિશાહીન અને આયોજન વગરની નીતિઓને કારણે પાલિકામાં હાલ અંધાધૂંધીનો માહોલ છે. આઉટસોર્સિંગના મહત્વના મુદ્દે કોઈ સ્પષ્ટ રોડમેપ ન હોવાથી હવે ઉતાવળે લેખિત ઓર્ડરો કરી પ્રક્રિયા આટોપી લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અધિકારીઓ અને સત્તાધીશો વચ્ચેના સંકલનનો અભાવ સીધો કર્મચારીઓ અને કામગીરી પર દેખાઈ રહ્યો છે.
Read Original Article →