પોલીસ દ્વારા મોકડ્રીલનું આયોજન‎:બસ સ્ટેન્ડ પાસેની એસબીઆઇ બ્રાંચમાં શંકાસ્પદ હિલચાલ, ગણતરીની મિનિટોમાં 2ની અટક કરાઇ

Gujarat6/4/2026, 12:00:00 AM
પોલીસ દ્વારા મોકડ્રીલનું આયોજન‎:બસ સ્ટેન્ડ પાસેની એસબીઆઇ બ્રાંચમાં શંકાસ્પદ હિલચાલ, ગણતરીની મિનિટોમાં 2ની અટક કરાઇ
શહેરમાં બસ સ્ટેન્ડ પાસે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં શંકાસ્પદ હિલચાલ જણાતા પોલીસે ગણતરીની મિનિટોમાં 2 શખ્સની અટક કરી હતી. જોકે આ કાર્યવાહી સુરક્ષા વધુ મજબૂત કરવા એસઓજી, પોલીસ દ્વારા મોક ડ્રીલના ભાગરૂપે કરવામાં આવી હતી. શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાના આશય સાથે મોક ડ્રીલનું આયોજન કરાયુ હતું. બેંકો અને આંગડિયા પેઢીઓમાં લૂંટફાટના બનતા બનાવોને ધ્યાને રાખીને શહેર પોલીસ સતર્ક બની છે. બસ સ્ટેન્ડ નજીક આવેલ એસબીઆઈ બ્રાંચમાં અચાનક કોઈ અનિચ્છનીય ઘટના બને તો પોલીસ કેટલી ઝડપથી રિસ્પોન્સ કરી શકે છે, તેની ચકાસણી કરવા માટે મોકડ્રીલ યોજવામાં આવી હતી. કંટ્રોલ રૂમ દ્વારા શંકાસ્પદ હિલચાલનો મેસેજ મળતા જ એસઓજી, એલસીબી અને બી ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે ધસી ગયો હતો અને સમગ્ર પ્રોટોકોલ હેઠળ કમાન્ડો એક્શન હાથ ધરવામાં આવી હતી. બેંકના સ્ટાફ, મેનેજર, સિક્યુરિટીની સજ્જતાની ચકાસણી કરી: Dysp બેંક અને આંગડિયા પેઢીઓમાં લૂંટના બનાવો બને છે, તેને ધ્યાનમાં રાખીને બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની એસબીઆઈ બેંકમાં મોક ડ્રીલ યોજાઈ હતી. જેની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બેંક સ્ટાફ, સિક્યોરિટી ગાર્ડ અને મેનેજરની સજ્જતા તપાસવાનો હતો. આ મોક ડ્રીલ દરમ્યાન 2 શંકાસ્પદ શખ્સની અટક કરી મોકડ્રીલ કરવામાં આવી હતી. જેના પગલે બેંકની આસપાસના વિસ્તારમાં કુતૂહલ સર્જાયું હતું. જોકે આ માત્ર એક સુરક્ષા કવાયત હોવાનું જણાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. > હિતેશ ધાંધલ્યા, ડિવાયએસપી
Read Original Article →