Live Updates
રાજ્યપાલને પત્ર લખાયો:સફારીમાં કોઇ વીઆઇપીને રાજી કરવા લાઇવ મારણ કરાવ્યુ હોવાની શંકા !
સાસણ સફારી પાર્કમાં ચાલુ સફારીએ સિંહે લાઇવ મારણ કર્યુ હોવાનો વિડીયો વાઇરલ થયો હતો. આ વિડીયા પરથી મારણ માટે પુર્વ આયોજન થયુ હોવાનો અને કોઇ વીઆઇપીને રાજી કરવા માટે હોય તેવી શંકા છે એવો જાગૃત નાગરિકે રાજ્પપાલને પત્ર લખ્યો છે. જાગૃત નાગરિક અશ્વીન મણીયારે જણાવ્યુ કે, તાજેતરમાં જ એક ટુરિસ્ટની જીપ પાછળથી સિંહ એક વાછરડાનો શિકાર કરતો હોય તેવો વિડીયો વાઇરલ થયો છે. આ ખા મારણની સચોટ વિડીયોગ્રાફી અને મારણની તમામક્ષણ કેદ થવા પાછળ કોઇ વીઆઇપીને રાજી રાખવા માટે પૂર્વ આયોજન થયાનુ અનુમાન છે. આ બનાવ કઇ જગ્યાએ બની, ફોટોગ્રાફી કરનાર વ્યક્તિ કોણ હતી ? સદરહુ વાહનોમાં કોણ-કોણ હતા, ગૌવંશ સફારીમાં કઇ રીતે આવ્યુ ? સગવડતા કોને પુરી પાડી સહિતની બાબતે તપાસ કરી દોષીતને સજા કરવામાં આવે તેવી રાજ્યપાલ પાસે પત્ર મારફત માંગ કરવામાં આવી છે. સફારીમાં સિંહ શિકારનો ગેરકાયદેસર શો સાસણ સફારી પાર્કમાં થોડા દિવસ પહેલા સિંહે કરેલુ મારણએ શંકાસ્પદ છે. આ એક ગેરકાયદેસર સિંહના શિકારનો શો જ છે. કારણ કે, સફારીની આસપાસના નેસડામાં જેટલા પશુ હોય તે ફોરેસ્ટ ખાતાના ચોપડે નોંધાયેલા જ હોય છેે. વિડીયોમાં જે ગૌવંશ છે તે ખુબ જ ગભરાયેલ છે અને દોડી પણ શકતો નથી કે પ્રતિકાર પણ નથી કરી શકતો. એટલે આ ગેરકાયદેસર લાઇવ મારણનો શો છે કે પછી ખરેખર મારણ થયુ જ છે તે શંકા ઉભી થઇ રહી છે જેની તપાસ જરૂરી છે. > હિતેષ સંઘવી, જીવદયાપ્રેમી
Read Original Article →