ભાસ્કર વિશેષ‎:સિવિલમાં લોહી ચડાવ્યા વિના ડિલિવરી, રક્તસ્ત્રાવ રોકવા ‘હિમોસ્ટેટિક સ્યુચર્સ' પદ્ધતિનો સફળ પ્રયોગ

Gujarat5/15/2026, 12:00:00 AM
ભાસ્કર વિશેષ‎:સિવિલમાં લોહી ચડાવ્યા વિના ડિલિવરી, રક્તસ્ત્રાવ રોકવા ‘હિમોસ્ટેટિક સ્યુચર્સ' પદ્ધતિનો સફળ પ્રયોગ
જૂનાગઢની સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગ દ્વારા ‘પ્લેસેન્ટા પ્રિવિયા' (બાળકને રક્ત પૂરું પાડતી નળીઓ અસામાન્ય જગ્યાએ હોવી)ના કિસ્સામાં પ્રસુતિ દરમિયાન અતિશય રક્તસ્ત્રાવ થવાનું જોખમ રહેલું હોય છે. આવા ઓપરેશનમાં અંદાજે 8 થી 10 યુનિટ લોહીની જરૂરિયાત રહેતી હોય છે અને માતાના જીવ પર જોખમ રહેતું હોય છે. ગાયનેક વિભાગના વડા ડો. પ્રિયંકા જોગીયાના માર્ગદર્શન હેઠળ સહપ્રાધ્યાપક ડો. કિશન કાનાણી અને તેમની ટીમ દ્વારા આધુનિક ‌‘હિમોસ્ટેટિક સ્યુચર્સ' પદ્ધતિનો ઉપયોગ કરીને રક્તસ્ત્રાવ પર કાબૂ મેળવ્યો હતો. આ પદ્ધતિની સફળતા એટલી સચોટ રહી કે ઓપરેશન દરમિયાન સગર્ભા માતાને એક પણ બોટલ બ્લડ ચડાવવાની જરૂર પડી નહોતી. તબીબોની આ સમયસૂચકતા અને આધુનિક ટેકનિકના ઉપયોગને કારણે માતા અને બાળક બંને સુરક્ષિત છે. લોહીની મોટી બચત થવાની સાથે માતાની તબિયતમાં પણ ઝડપી સુધારો જોવા મળ્યો હતો, જેના પરિણામે તેઓને સમયસર હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું છે. પ્રસુતિ દરમિયાન રક્ત સ્ત્રાવનો પર કાબુ મેળવવાની નવી પદ્ધતિ આ એક એવી સર્જિકલ ટેકનિક છે જેમાં ઓપરેશન દરમિયાન રક્તસ્ત્રાવ અટકાવવા માટે ખાસ પ્રકારના ટાંકા લેવામાં આવે છે. પ્લેસેન્ટા પ્રિવિયા જેવા કેસમાં, જ્યાં અતિશય લોહી વહેવાની શક્યતા હોય છે, ત્યાં આ પદ્ધતિ દ્વારા રક્તવાહિનીઓ પર સચોટ કાબૂ મેળવી શકાય છે. આનાથી દર્દી ઝડપથી સાજો થાય છે અને બ્લડ ટ્રાન્સફ્યુઝનનું જોખમ ટળે છે.તેમ ડો.કિશન કાનાણીએ જણાવ્યું છે .
Read Original Article →