પલાસવા સોમનાથ મહાદેવ મંદિરે શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ:17 થી 25 મે દરમિયાન કથાકાર મહાદેવ ગીરી રસપાન કરાવશે

Gujarat5/19/2026, 7:53:37 AM
પલાસવા સોમનાથ મહાદેવ મંદિરે શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ:17 થી 25 મે દરમિયાન કથાકાર મહાદેવ ગીરી રસપાન કરાવશે
જૂનાગઢ નજીક પલાસવા પાટિયા પાસે ગિરનારની ગોદમાં આવેલા સોમનાથ મહાદેવ મંદિરે શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા 17 મે થી 25 મે દરમિયાન યોજાશે. આ શિવકથાનું રસપાન કથાકાર મહાદેવ ગીરી માધવપુરવાળા કરાવશે. સોમનાથ મહાદેવ પલાસવા મંદિરના મહંત શિવગીરી બાપુ મેઘનાથીએ જૂનાગઢની ધર્મપ્રેમી જનતાને આ કથાનો લાભ લેવા અને સોમનાથ મહાદેવના દર્શન કરવા આમંત્રણ આપ્યું છે.
Read Original Article →