ભાસ્કર વિશેષ:શાળા પ્રવેશોત્સવની તૈયારી શરૂ : જિલ્લાની 1249 આંગણવાડીમાં યોજાશે
જૂનાગઢ સહિત રાજ્યભરમાં આગામી દિવસોમાં યોજાનારા શાળા પ્રવેશોત્સવને લઈને જૂનાગઢ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભૂલકાંઓના અક્ષરજ્ઞાનની ઉજવણી ઉત્સાહભેર થાય તેવા આશય સાથે તંત્રએ કામગીરી હાથ ધરી છે. જેમાં જૂનાગઢ જિલ્લા પંચાયતની આઇસીડીએસ શાખા દ્વારા જિલ્લાની તમામ આંગણવાડીઓના બાળકો માટે સ્લેટ (પાટી) અને પેનની કીટ તૈયાર કરવામાં આવી છે. પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડીમાં પ્રવેશ મેળવતા બાળકોને આ કીટ એનાયત કરવામાં આવશે. આ તમામ શૈક્ષણિક કીટોનું જિલ્લા પંચાયત કચેરી ખાતેથી જ જુદા-જુદા તાલુકાઓ મુજબ સુવ્યવસ્થિત વિતરણ કરી દેવામાં આવ્યું છે. તમામ તાલુકા મથકોએ આ કીટો સમયસર પહોંચાડી દેવાઈ છે, જ્યાંથી આંગણવાડી કેન્દ્રો સુધી તેનું વિતરણ થશે એમ આઇસીડીએસ અધિકારીએ જણાવ્યુ છે. તાલુકા મુજબ આંગણવાડી
Read Original Article →