બહારગામથી આવેલા અરજદારોને નવનિયુક્ત પ્રમુખ લીનાબેન કાવાણીએ ધક્કો ખવડાવ્યો:જિલ્લા પંચાયતમાં સત્તા સંભાળનાર પ્રમુખ અને ઉપપ્રમુખ વરણીના બીજા જ દિવસે ગેરહાજર!

Gujarat5/27/2026, 12:00:00 AM
બહારગામથી આવેલા અરજદારોને નવનિયુક્ત પ્રમુખ લીનાબેન કાવાણીએ ધક્કો ખવડાવ્યો:જિલ્લા પંચાયતમાં સત્તા સંભાળનાર પ્રમુખ અને ઉપપ્રમુખ વરણીના બીજા જ દિવસે ગેરહાજર!
જૂનાગઢ જિલ્લા પંચાયતમાં સોમવારે સત્તા મેળવવાનો આ ઉત્સાહ બીજા જ દિવસે ઓસરી ગયો હોય તેમ જણાય છે. મંગળવારે સવારે 11:30 વાગ્યા સુધી પ્રમુખ કે ઉપપ્રમુખ બેમાંથી એક પણ પદાધિકારી પોતાની કચેરીએ ફરજ પર પહોંચ્યા ન હતા. વરણીના બીજા જ દિવસે જવાબદાર હોદ્દેદારોની આવી ગંભીર બિનજવાબદારી અને ગેરહાજરીને કારણે દૂર-દૂરથી આવેલા અરજદારો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા અને અટવાયા હતા. કચેરીના લોબીમાં એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે, જે હોદ્દેદારો સત્તા સંભાળવાના બીજા જ દિવસે પોતાની જવાબદારી સમજી સમયસર કચેરીએ આવી શકતા નથી, તેઓ આગામી અઢી વર્ષ સુધી જિલ્લાના વિકાસ કાર્યો અને વહીવટી કામગીરી કઈ રીતે સંભાળશે તે જોવાનું રહ્યું. ઉપપ્રમુખ ચેમ્બર પ્રમુખ ચેમ્બર
Read Original Article →