મૃતકના જમાઈની ફરિયાદ:મજેવડી દરવાજા પાસે ટ્રક અડફેટે મોપેડ ચાલકનું મોત
ચોબારી રોડ પર આવેલ ચિત્રાક્ષ પ્રાઇમ એપાર્ટમેન્ટમાં રહેતા નીરવભાઈ અનિલભાઈ ઉનડકટની ફરિયાદ મુજબ તેની સાથે રહેતા તેના સસરા રાજેશકુમાર હરિવલ્લભભાઈ કક્કડ બુધવારે બપોરના બે વાગ્યાના સુમારે પોતાનું જીજે 11 બીએલ 0314 નંબરનું મોપેડ લઈને મજેવડી દરવાજા પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે પાછળ પૂરઝડપે આવી રહેલા જીજે 12 બીએક્સ 9918 નંબરના ટ્રકના ચાલકે મોપેડને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રાજેશકુમારને માથાના ભાગે તથા ડાબા પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ તેમને તત્કાલ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગે એ ડિવિઝન પોલીસે મૃતકના જમાઇ નીરવભાઈ ઉનડકટની ફરિયાદ લઈ ટ્રક ચાલક વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Read Original Article →