જિલ્લાની 255 શાળાઓને માર્કશીટ અપાઇ:આજે વિદ્યાર્થીઓને મળશે
જૂનાગઢ જિલ્લાની ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની શાળાઓને શુક્રવારે માર્કશીટનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ. જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યુ કે, બોર્ડની સુચનાથી શુક્રવારના રોજ ધોરણ 12ની માર્કશીટનુ વિતરણ કરાયુ હતુ. જેમાં જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રવાહની 208 શાળા અને વિજ્ઞાન પ્રવાહની 47 મળી કુલ 255 શાળાઓનો સમાવેશ થયો હતો. આ વર્ષે વડાપ્રધાનની ઇંધણ બચાવવાની અપિલ અને આકરી ગરમીને ધ્યાને રાખી તાલુકા મુજબ સેન્ટર ફાળવાયા હતા. શાળાઓ હવે માર્કશીટની ચકાસણી કરી તારીખ 23 મે ને શનિવારના રોજ વિદ્યાર્થીઓને શાળામાંથી માર્કશીટ મળી રહેશે.
Read Original Article →