ફરિયાદ નોંધાઇ:કોર્ટ કેસમાં મદદ કરવાનું કહી વકીલનું યુવતી પર દુષ્કર્મ
જૂનાગઢ શહેરની એક યુવતીને કોર્ટ કેસમાં મદદ કરવાનું કહી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચરી ધમકી આપી હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં રહેતી એક યુવતીએ બુધવારે સાંજે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર તેની સાથે ઇવનગર રહેતા ભરત કચરાભાઈ ચાવડાએ એડવોકેટ તરીકે યુવતી સાથે મિત્રતા કેળવી હતી અને કોર્ટ કેસમાં મદદ કરવાનું કહી ગત તારીખ 7 ફેબ્રુઆરીના રોજ મળવા બોલાવી હતી અને જયશ્રી ટોકીઝ સામે આવેલી હોટલમાં લઈ જઈ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં યુવતીના અગાઉના કેસમાં આરોપીઓને આ બાબતની જાણ કરવાની ધમકી આપી શારીરિક શોષણ કરી શરીરે બચકા ભરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવતીની ફરિયાદ આધારે બી ડિવિઝન પોલીસે બુધવારે ભરત કચરાભાઈ ચાવડા વિરુદ્ધ દુષ્કર્મ, ધમકી સહિતનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
Read Original Article →