કેશોદમાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી તેજ:કેશોદ પંથકમાં 7000થી વધુ સ્માર્ટ મીટર લગાવાયા, ગ્રાહકોને ભ્રામક વાતોમાં ન આવી સહકાર આપવા PGVCLની અપીલ

Gujarat6/6/2026, 7:04:29 AM
કેશોદમાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી તેજ:કેશોદ પંથકમાં 7000થી વધુ સ્માર્ટ મીટર લગાવાયા, ગ્રાહકોને ભ્રામક વાતોમાં ન આવી સહકાર આપવા PGVCLની અપીલ
​કેશોદ શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ વિતરણ વ્યવસ્થાને વધુ આધુનિક તેમજ પારદર્શક બનાવવા માટે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. વીજ વિભાગ દ્વારા હાથ ધરાયેલી આ મહત્વપૂર્ણ યોજનાના ભાગરૂપે અત્યાર સુધીમાં 7000થી વધુ સ્માર્ટ મીટર સફળતાપૂર્વક સ્થાપિત કરી દેવામાં આવ્યા છે. સ્માર્ટ મીટર દ્વારા ગ્રાહકોને પોતાના વીજ વપરાશની ચોક્કસ અને રિયલ ટાઈમ માહિતી મળતી રહેશે. જેના કારણે વીજ બિલિંગ પ્રક્રિયા વધુ પારદર્શક બનશે અને મીટર રીડિંગ માટે માનવશક્તિ પરની નિર્ભરતા ઘટશે. 'કોઈ પણ જાતના ભ્રમમાં ફેલાયા વગર અમારા માણસો સહકાર આપવા અમારી વિનંતી' PGVCL કેશોદના કાર્યપાલક ઇજનેર જી. બી. વાઘેલાએ જણાવ્યું હતું કે, હાલના તબક્કે જે સામાન્ય મીટર અમારા લાગેલા છે તેના જગ્યાએ સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી ચાલુ છે. દરેક અમારા માનવંતા ગ્રાહકોને વિનંતી કરવામાં આવે છે, કોઈ પણ જાતના ભ્રમમાં ફેલાયા વગર અમારા માણસો આવે, અમારા કર્મચારી આવે એને પૂરેપૂરો સહકાર આપવા અમે તમને વિનંતી કરીએ છીએ. સ્માર્ટ મીટર અને સામાન્ય મીટરમાં કોઈ ફર્ક નથી. સ્માર્ટ મીટર તમોને દરેક ડેટા રિયલ ટાઈમ ડેટા જોવા મળશે અને તેનાથી હાલના 1 એપ્રિલ થી 11 થી 5 ના સમય દરમિયાન દરેક યુનિટ દીઠ ઘરવપરાશમાં 60 પૈસાનો તમને વળતર મળશે, જે બહુ મોટી રકમ છે અને દરેક ગ્રાહકને એ ફાયદો મળશે. ​કેશોદ પંથકમાં 7000થી વધુ સ્માર્ટ મીટર લગાવાયા તમે કોઈ પણ શંકા હોય તો અમારો ઓફિસનો સંપર્ક કરજો. કોઈ જાતના લોકોની ખોટી ભ્રામક વાતોમાં આવી અને અમારા કર્મચારીઓ કે એની સાથે કોઈ પણ જાતની માથાકૂટ ન કરવા અમારા તરફથી વિનંતી. હાલ 7000 જેટલા મીટરો કેશોદ શહેર અને કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં લાગી ગયેલ છે અને હાલ કામગીરી પ્રગતિ હેઠળ છે. આવો ને આવો સહકાર આપવા વિનંતી. અને આ સ્માર્ટ મીટરના કારણે જો રિયલ ડેટા અમને મળશે તો અમને અમારા નેટવર્ક સુધારવામાં પણ ખબર પડશે. હાલના તબક્કે આવી ગરમીની સીઝનમાં જ્યારે ગ્રાહકો પોતાનો સાચો ડેટા નથી આપતા ત્યારે કોઈ પણ જગ્યાએ અચાનક લોડ વધી જાય છે અને વીજ પુરવઠામાં તકલીફો પડે છે અને સાચા ડેટા જો અમને અમારી ઓફિસથી મળશે, તો અમે તમને સારી સેવાઓ પૂરી પાડી શકશું. 'ગ્રાહકને અસંતોષ હોય તો અમે ચેક મીટર પણ કરી આપીએ છીએ' ​જ્યારે કાર્યપાલક ઇજનેરને પૂછવામાં આવ્યું કે જો કોઈ ગ્રાહક સ્માર્ટ મીટર લગાવવા માટે ના પાડે, તો તેની સામે વીજ વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે, ત્યારે અધિકારીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે અમે એને હાલના તબક્કે એને નોટિસ આપીએ છીએ, સમજાવીએ છીએ, પૂરેપૂરી સમજણ આપીએ છીએ. છતાં એને અસંતોષ હોય તો અમે ચેક મીટર પણ કરી આપીએ છીએ, એક્યુચેક લઈ અમારા સ્થળ પર જઈએ છીએ અને પૂરેપૂરી સમજણ આપે છે કે આ મીટર સામાન્ય મીટર ડિજિટલમાં અને સ્માર્ટ મીટરમાં કોઈ ફર્ક નથી.
Read Original Article →