કેશોદમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર સહિત 4 સામે પોલીસ ફરિયાદ:યુવાનને આંતરી જાનથી મારી નાખવાની ધમકી આપી, હથિયારબંધીના જાહેરનામાનો કર્યો ભંગ

Gujarat4/9/2026, 12:22:41 PM
કેશોદમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર સહિત 4 સામે પોલીસ ફરિયાદ:યુવાનને આંતરી જાનથી મારી નાખવાની ધમકી આપી, હથિયારબંધીના જાહેરનામાનો કર્યો ભંગ
જૂનાગઢ જિલ્લાના કેશોદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ઘટના સામે આવી છે. નગરપાલિકાના વોર્ડ નંબર-3ના ભાજપના પૂર્વ કોર્પોરેટર વીરા સિંધલ અને અન્ય ત્રણ શખ્સો વિરુદ્ધ એક યુવાનને હથિયારો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદી આશિષભાઈ ભાયાભાઈ ઉલવા (રહે. તુલસીનગર, કેશોદ)ના જણાવ્યા મુજબ, તેમનો મિત્ર ભરત કોડિયાતર થોડા સમય પહેલા એક યુવતીને ભગાડી ગયો હતો. આ યુવતી આરોપીઓની સંબંધી થતી હોવાથી તેનું મનદુઃખ રાખી આરોપીઓએ આશિષને નિશાન બનાવ્યો હતો. આરોપીઓનો આક્ષેપ હતો કે, આશિષે જ તેના મિત્રને યુવતી ભગાડવામાં મદદ કરી છે. ​હથિયારો સાથે ધાકધમકી ગત તા.8/4/2026ના રોજ રાત્રિના સમયે આરોપીઓ કાળા કલરની કિયા અને i10 ગાડીમાં સવાર થઈ ફરિયાદી પાસે પહોંચ્યા હતા. આરોપીઓમાં નીચે મુજબના શખસોનો સમાવેશ થાય છે: આ શખ્સો લોખંડના પાઇપ અને લાકડાના ધોકા જેવા હથિયારો સાથે આવ્યા હતા અને આશિષને ધમકી આપી હતી કે, "જો તું બે દિવસમાં ભરતને શોધીને નહીં લાવે તો તને જાનથી મારી નાખીશું." છેલ્લા ત્રણ દિવસથી ચાલતા આ માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને અંતે યુવાને કેશોદ પોલીસની મદદ લીધી હતી. પોલીસે પૂર્વ કોર્પોરેટર સહિત ચારેય શખસો વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી આપવી, ભૂંડી ગાળો આપવી અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધ્યો છે. એક જવાબદાર પદ પર રહી ચૂકેલા વ્યક્તિ સામે ગંભીર ગુનો નોંધાતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. હાલમાં કેશોદ પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →