આજે વિશ્વ પર્યાવરણ દિવસ:જૂનાગઢીઓએ ઘરમાં પારિજાત, શોભા વેલ સહિતના છોડ વાવ્યા

Gujarat6/5/2026, 12:00:00 AM
આજે વિશ્વ પર્યાવરણ દિવસ:જૂનાગઢીઓએ ઘરમાં પારિજાત, શોભા વેલ સહિતના છોડ વાવ્યા
પોતાના ઘરથી જ હરિયાળીની શરૂઆત‎ વૃક્ષોની વણઝાર,ધરતીનો છે શણગાર આ ઉક્તિને જયશ્રીબેન રંગોલીયાએ સાર્થક કરી છે. તેમણે તેમના ઘરમાં પારીજાત, ડોલર, મનીબેન, તુલસી, મીઠો લીમડો, લીલી પડદાવાળી શોભાવેલ, બારમાસી જેવા અંદાજે 10થી વધુ વૃક્ષોનો ઉછેર કર્યો છે. જયશ્રીબેને જણાવ્યું હતું કે,ઘરના આગળના ભાગને સંપૂર્ણ હરિયાળો બનાવી કુદરતની નજીક રહેવાનો અને આસપાસના વાતાવરણને શુદ્ધ બનાવવાનો છે. વૃક્ષારોપણની પ્રેરણા પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને આવનારી પેઢીને હરિયાળું ભવિષ્ય આપવાની ભાવનામાંથી મળી. શરૂઆતમાં છોડની સંભાળ,પાણી અને કાપકૂપમાં મહેનત લાગી, પરંતુ આજે આ હરિયાળી ઘરને કુદરતી ઠંડક,શુદ્ધ હવા અને અદભુત સૈાંદર્ય આપે છે. વિશ્વ પર્યાવરણ દિવસ માટે અમારી હરિયાળી પહેલ- આવજો,એક વૃક્ષ વાવજો. આંગણે -અગાસી પર 50થી વધુ વૃક્ષો ઉછેર્યા‎ વિશ્વ પર્યાવરણ દિવસ નિમીત્તે અશોકભાઈ ભાનુશાળીએ ઘરની આસપાસ હરિયાળી વધારવાનો સંકલ્પ કર્યો છે. તેમણે તેમના ઘરના આંગણા,અગાસી તેમજ ઉપલબ્ધ જગ્યાએ અંદાજે 50 જેટલા વૃક્ષોનું વાવેતર કરીને સતત ઉછેર કરે છે. તેમણે તુલસી, ગુલાબ, પારિજાત, લીંબુ અને મધુમાલતી સહિતના છોડનું નિયમિત જતન કરવામાં આવે છે. અશોકભાઈ ભાનુશાળીએ જણાવ્યું હતું કે, અમે પર્યાવરણ પ્રેમી છીએ તેથી અમારા ઘર આંગણે, સોસાયટીમાં અનેક વૃક્ષોનું વાવેતર કરી બીજાને પણ પ્રેરિત કરીએ છીએ.વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે અને પક્ષીઓનું રહેવાનું સ્થાન છે અને વરસાદ લાવવામાં પણ મદદરૂપ છે.વૃક્ષોના આવા અનેક ફાયદાઓ છે. તેથી દરેક લોકોએ એક વૃક્ષ વાવીને તેનો ઉછેર કરવો જ જોઈએ.
Read Original Article →