SDMએ અધિકારીઓના ક્લાસ લીધા:જૂનાગઢ પ્રાંત કચેરીએ અશાંતધારા મામલે બેઠક મળી, દસ્તાવેજીકરણ પર વિશેષ ભાર મુકાયો
જૂનાગઢમાં કાયદો અને વ્યવસ્થા તેમજ સામાજિક સમતુલા જાળવી રાખવા માટે અશાંત ધારા ની અમલવારી ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ છે. આ કાયદાના અમલ બાદ સ્થાનિક વિસ્તારોમાં મિલકતોના ખરીદ-વેચાણ અંગેના વિવાદો ઘટ્યા છે અને મિલકતોના ભાવોમાં આવતો અસામાન્ય ઘટાડો અટક્યો છે, જેનાથી સામાન્ય નાગરિકોએ મોટી રાહત અનુભવી છે. પરંતુ, એવું જોવા મળ્યું છે કે જ્યારે સ્થાનિક વહીવટી તંત્ર કે કલેક્ટર કચેરી દ્વારા નિયમોનુસાર ચોક્કસ વિસ્તારોમાં મિલકત ટ્રાન્સફરની મંજૂરી નકારવામાં આવે છે, ત્યારે કેટલાક પક્ષકારો આ નિર્ણય સામે હાઇકોર્ટના દ્વાર ખટખટાવે છે. કાનૂની ગૂંચવણો અને અધૂરા દસ્તાવેજોના કારણે ક્યારેક વહીવટી તંત્રનો પક્ષ નબળો પડતો હતો અને પરવાનગી આપવી પડતી હતી. આ પરિસ્થિતિને ડામવા માટે પ્રશાસન હવે સજ્જ બન્યું છે. આ સંદર્ભે જૂનાગઢ ખાતે એસ.ડી.એમ. ચરણસિંહ ગોહિલ અને ડીવાયએસપી ધાંધલિયાના સીધા માર્ગદર્શન હેઠળ સાત અધિકારીઓની ટીમ માટે એક મહત્વની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે અશાંત ધારા હેઠળના કેસોમાં તપાસ અને દસ્તાવેજોની તૈયારી એવી સચોટ રીતે કરવામાં આવે જેથી ભવિષ્યમાં જ્યારે આ મામલાઓ હાઇકોર્ટમાં જાય ત્યારે સરકારી પક્ષ ક્યાંય પણ નબળો ન પડે. અધિકારીઓને કાયદાકીય પાસાઓની બારીકાઈ પૂર્વક સમજ આપવામાં આવી હતી. ન્યાય પ્રક્રિયામાં સરકારી પક્ષ મજબૂત હાઇકોર્ટમાં પડકારવામાં આવતા કેસોમાં વહીવટી તંત્રના નિર્ણયો ટકી રહે તે માટે સચોટ પુરાવા અને મજબૂત દસ્તાવેજો અનિવાર્ય છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટીમની ક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે, જેથી કાયદાની પવિત્રતા જળવાઈ રહે અને કોઈપણ ગેરકાયદેસર કે વિવાદાસ્પદ સોદાઓને કાનૂની છટકબારીઓનો લાભ ન મળે. નિયમોનું ચુસ્ત પાલન કરવુ જરૂરી
અશાંત ધારાના મુખ્ય હેતુને સિદ્ધ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા કડકપગલાં લેવાઈ રહ્યા છે. મિલકતની ખરીદી કે વેચાણ વખતે સ્થાનિકવસ્તીના હિતોનું રક્ષણ થાય અને વસ્તીના સંતુલનમાં કોઈ મોટો ફેરફારન થાય તે જોવાની જવાબદારી વહીવટી તંત્રની છે. આજની તાલીમ દ્વારાઅધિકારીઓને કાયદાકીય પ્રક્રિયા વધુ મજબૂત કરવાના પાઠભણાવાયા.
Read Original Article →