યુવાનોને નશાના ખપ્પરમાં હોમાય તે પહેલાં ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો:​જૂનાગઢના ભારત મિલ વિસ્તારમાં પોલીસના દરોડા: રાજસ્થાનથી ઘુસાડાયેલા લાખોના મેફેડ્રોન ડ્રગ્સ સાથે સલીમ ઉર્ફે ભુરીયો ઝડપાયો, રોકડ અને વાહન પણ જપ્ત

Gujarat5/21/2026, 10:15:36 AM
યુવાનોને નશાના ખપ્પરમાં હોમાય તે પહેલાં ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો:​જૂનાગઢના ભારત મિલ વિસ્તારમાં પોલીસના દરોડા: રાજસ્થાનથી ઘુસાડાયેલા લાખોના મેફેડ્રોન ડ્રગ્સ સાથે સલીમ ઉર્ફે ભુરીયો ઝડપાયો, રોકડ અને વાહન પણ જપ્ત
​જૂનાગઢના યુવાનો નશાના રવાડે ચડે અને તેમનું ભવિષ્ય બરબાદ થાય તે પહેલાં જ જુનાગઢ એસઓજીએ ઓપરેશન પાર પાડીને નશાના કાળા કારોબાર કરતા આરોપીને ઝડપી પાડ્યો છે. એસઓજી શહેરના ભારત મિલના ઢોરા વિસ્તારમાં એક શખ્સ પ્રતિબંધિત નશાકારક પદાર્થોનું વેચાણ કરતો હોવાની ચોક્કસ બાતમી ટીમને મળી હતી.જેને લઈ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તાબડતોબ એસઓજીની એક વિશેષ ટીમ તૈયાર કરવામાં આવી હતી અને મોડી રાત્રે જ તે સ્થળ પર ઓચિંતો દરોડો પાડીને સલીમ ઉર્ફે ભુરીયા ને પકડી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. ​તપાસ ટીમે જ્યારે ભારત મિલના ઢોરા પાસે આવેલી માસુમસા પીરની દરગાહ વાળી ગલીમાં આવેલા શંકાસ્પદ મકાનની ઘેરાબંધી કરીને તલાશી લીધી, ત્યારે ત્યાં હાજર સ્થાનિક પેડલર સલીમ ઉર્ફે ભુરીયો હુશેનભાઈ સોઢા રંગેહાથ પકડાઈ ગયો હતો. ટીમે ઘરના શોકેસની ઝીણવટભરી તપાસ કરતા ત્યાંથી શંકાસ્પદ ઓફવાઈટ કલરનો પાવડર મળી આવ્યો હતો. આ પદાર્થની તપાસ માટે તાત્કાલિક ફોરેન્સિક નિષ્ણાતોને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા, જેમણે પ્રાથમિક પરીક્ષણ કરીને પુષ્ટિ કરી હતી કે આ આતંતિક નશો આપતું ઘાતક 'મેફેડ્રોન ડ્રગ્સ' છે. ​સ્થળ પરથી પકડાયેલા નશાના આ જથ્થાનું વજન કરાવતા તે 7.3 ગ્રામ જેટલો હોવાનું સામે આવ્યું હતું, જેની બજાર કિંમત આશરે 21,900 રૂપિયા જેટલી થવા જાય છે. આ સિવાય ડ્રગ્સ વેચીને એકત્ર કરાયેલા 21,650 રૂપિયાના રોકડા લોહીના નાણાં પણ ઘટનાસ્થળેથી મળી આવ્યા હતા. નશાના સોદાગરો ગ્રાહકોને પડીકીઓ બનાવીને વેચવા માટે જે સાધનો વાપરતા હતા તે પણ કબજે કરાયા છે, જેમાં એક ડિજિટલ વજનકાંટો, પ્લાસ્ટિકની નાની-નાની ઝીપર બેગ અને 10,000 રૂપિયાની કિંમતનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન સામેલ છે. આમ, ટીમે કુલ 53,750 રૂપિયાની કિંમતનો તમામ મુદ્દામાલ પોતાના હસ્તક લીધો છે. અને પકડાયેલ સલીમ ઉર્ફે ભુરીયા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો. ​ધરપકડ કરાયેલા આરોપી સલીમ ઉર્ફે ભુરીયાની જ્યારે આગવી ઢબે કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે આ કાળા કારોબારના છેડા છેક પાડોશી રાજ્ય રાજસ્થાન સુધી લંબાયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. આરોપીએ કબૂલાત કરી હતી કે આ નશાનો જથ્થો તેને રાજસ્થાનના બારમેર જિલ્લાના વતની ગીરધરસિંહ ચૌહાણ નામના શખ્સે સપ્લાય કર્યો હતો. સલીમ આ જથ્થો મેળવીને જૂનાગઢના સ્થાનિક ગ્રાહકો અને યુવાનોને છૂટકમાં વેચીને બરબાદ કરતો હતો. હાલમાં આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કના મુખ્ય સૂત્રધાર ગીરધરસિંહને પકડી પાડવા માટે ટીમો રવાના કરવામાં આવી છે અને આ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.
Read Original Article →