જૂનાગઢ જી. પંચાયત અને તાલુકા પંચાયતોમાં પદાધિકારીઓનો વિધિવત પદભાર:રાજકીય ગરમાવા વચ્ચે ચૂંટાયેલા નવ-નિયુક્ત પદાધિકારીઓએ આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો

Gujarat5/25/2026, 11:56:25 AM
જૂનાગઢ જી. પંચાયત અને તાલુકા પંચાયતોમાં પદાધિકારીઓનો વિધિવત પદભાર:રાજકીય ગરમાવા વચ્ચે ચૂંટાયેલા નવ-નિયુક્ત પદાધિકારીઓએ આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો
​સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંપન્ન થયા બાદ જૂનાગઢ જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયતોમાં ભારે રાજકીય ગરમાવા વચ્ચે સત્તાનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ આજે તમામ નવ-નિયુક્ત પદાધિકારીઓએ પોતપોતાના હોદ્દાનો વિધિવત રીતે ચાર્જ સંભાળીને શાસનની ધુરા હાથમાં લીધી હતી. ​23 બેઠકો પર BJPનો ભવ્ય વિજય, આમ આદમી પાર્ટીના ફાળે સાત બેઠકો જૂનાગઢ જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 23 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને પોતાનો ભગવો લહેરાવ્યો હતો, જ્યારે આમ આદમી પાર્ટીના ફાળે સાત બેઠકો ગઈ હતી અને કોંગ્રેસ પક્ષ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. આ ચૂંટણી બાદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે લીનાબેન કાવાણી અને ઉપપ્રમુખ તરીકે જેઠાભાઈ ચુડાસમા બિનહરીફ ચૂંટાયા હતા, જેમણે આજે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો હતો. ​આપના એક સભ્યની અટકાયત થતાં મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભારે કાનૂની અને રાજકીય ડ્રામા બાદ ભાજપની બોડી સત્તા પર આવી હતી. અહીં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ભારે ટાઈ પડી હતી, પરંતુ મતદાનના એક દિવસ પહેલા આપના એક સભ્યની અટકાયત થતાં મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. કોર્ટે આપના સભ્યને પોલીસ જાપ્તા હેઠળ મતદાન કરવાની મંજૂરી આપી હતી, પરંતુ આખરી પ્રક્રિયાના અંતે ભાજપના નવ સભ્યોની હાજરી વચ્ચે ભાજપ શાસન સ્થાપવામાં સફળ રહ્યું હતું. આજે જૂનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ઈન્દુબેન ભોજક અને ઉપપ્રમુખ તરીકે અંજનાબેન મારુંએ વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. પ્રમુખ ​નારણ વાજા અને ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ વજશીભાઈ વાધેએ ચાર્જ સંભાળ્યો માંગરોળ તાલુકા પંચાયતમાં પણ પ્રમુખ તરીકે નારણભાઈ લખમણભાઈ વાજા અને ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ વજશીભાઈ વાધે કાર્યભાર સંભાળ્યો હતો. તેમની સાથે જ કારોબારી ચેરમેન તરીકે રવિકુમાર લખમણભાઈ નંદાણીયા, પક્ષના નેતા તરીકે હર્ષાબેન હિતેશભાઈ ખેર અને દંડક તરીકે રમીલાબેન જેન્તીભાઈ કામલીયાએ પણ આજે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. વંથલીમાં નયના ફળદુ અને ઉપપ્રમુખ પદે ભરત ચાંડેલાએ ચાર્જ લીધો ​વંથલી તાલુકા પંચાયત ખાતે પ્રમુખ પદે નયનાબેન નીતિનભાઈ ફળદુ અને ઉપપ્રમુખ પદે ભરતભાઈ ચીનુભાઈ ચાંડેલાએ ચાર્જ લીધો હતો, જ્યારે કારોબારી ચેરમેન તરીકે અવનીબેન ચંદ્રેશભાઈ ઠુંમર, પક્ષના નેતા તરીકે દિનેશભાઈ અરજણભાઈ ચાવડા અને દંડક તરીકે અતુલભાઈ રામભાઈ કોટડીયાએ પણ સત્તાવાર રીતે પદભાર ગ્રહણ કર્યો હતો. ​માણાવદર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે નીમુબેન જગદીશભાઈ ડાંગર અને ઉપપ્રમુખ તરીકે અલ્પેશભાઈ થોભણભાઈ ચપલાએ ચાર્જ લીધો હતો. તેમની સાથે કારોબારી ચેરમેન તરીકે વર્ષાબેન જગદીશભાઈ મારૂ, પક્ષના નેતા તરીકે રામદેભાઈ રણમલભાઈ મુળીયાસિયા અને દંડક તરીકે મહેન્દ્રભાઈ ખીમજીભાઈ ટાંકે પણ આજે ચાર્જ સંભાળી લીધો હતો. ​માળિયાહાટીના તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે ભાવનાબેન નરેન્દ્રભાઈ સિસોદિયા અને ઉપપ્રમુખ તરીકે નીતાબેન કાનાભાઈ જોટવાએ શાસન સંભાળ્યું હતું. વધુમાં, કારોબારી ચેરમેન તરીકે કુંવાર يશકુમાર અરવિંદભાઈ ભાડજા, પક્ષના નેતા તરીકે નિલમબેન રણજીતસિંહ યાદવ તેમજ દંડક તરીકે જમનભાઈ લાખાભાઈ જોરાએ પણ આજે પોતાની જવાબદારીઓ વિધિવત રીતે સ્વીકારી હતી. ​મેંદરડા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે ઉપેન્દ્રભાઈ (વિનુભાઈ) લવજીભાઈ રાજાણી અને ઉપપ્રમુખ તરીકે કુસુમબેન કમલેશભાઈ સોલંકીએ ચાર્જ સંભાળ્યો હતો, જ્યારે કારોબારી ચેરમેન તરીકે અશ્વિનભાઈ રસીકભાઈ મહેતા, પક્ષના નેતા તરીકે દિવ્યાબેન મુકેશભાઈ સસાણી અને દંડક તરીકે મિતલબેન સરમણભાઈ કોડીયાતરે પણ વિધિવત ચાર્જ લીધો હતો. ​કેશોદ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે હર્ષિતાબેન નિકુંજભાઈ મક્કા અને ઉપપ્રમુખ તરીકે નાનબાઈબેન հરેશભાઇ સિંહારે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો હતો. ​મકવાણા ભીખાભાઈ ભેંસાણ તાલુકામાં પ્રમુખ ભેંસાણ તાલુકા પંચાયતમાં પ્રમુખનું પદ અનુસૂચિત જાતિ માટે અનામત હોવાના કારણે રાણપુર બે સીટ પરથી વિજેતા બનેલા ભાજપના ઉમેદવાર મકવાણા ભીખાભાઈ દાનાભાઈની પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ પદ પર આપના સંગીતાબેન ભાવેશભાઈ હીદડની વરણી કરવામાં આવી હતી, આ બંને પદાધિકારીઓએ આજે વિધિવત રીતે કચેરીનો ચાર્જ સંભાળ્યો હતો. પદાધિકારીઓએ ચાર્જ સંભાળતા સ્થાનિક કક્ષાએ વહીવટી કાર્યકાળનો નવો અધ્યાય શરૂ ​વિસાવદર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીનો વિજય થયો હતો જેમાં પ્રમુખ તરીકે શારદાબેન રતિલાલ માંગરોળીયા અને ઉપપ્રમુખ તરીકે વિજયાબેન ગોપાલભાઈ રૈયાણીએ આજે વિધિવત રીતે પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો હતો.જૂનાગઢ જિલ્લા અને તમામ તાલુકાઓમાં નવી બોડી અસ્તિત્વમાં આવ્યા બાદ અને પદાધિકારીઓએ સત્તાવાર ચાર્જ સંભાળી લેતા જ સ્થાનિક કક્ષાએ વહીવટી કાર્યકાળનો નવો અધ્યાય શરૂ થયો છે અને તમામ પદાધિકારીઓને નવી જવાબદારીઓ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Read Original Article →