‘ઝેરમુક્ત ખેતી અને દેશી બિયારણ જ ભારતને સમૃદ્ધ બનાવશે’:જૂનાગઢમાં કિસાન સંઘની બેઠકમાં ખેડૂતોને આવાહન, વીજળી અને પડતર પ્રશ્નોના ઉકેલ અંગે થઈ ચર્ચા

Gujarat4/8/2026, 11:46:48 AM
‘ઝેરમુક્ત ખેતી અને દેશી બિયારણ જ ભારતને સમૃદ્ધ બનાવશે’:જૂનાગઢમાં કિસાન સંઘની બેઠકમાં ખેડૂતોને આવાહન, વીજળી અને પડતર પ્રશ્નોના ઉકેલ અંગે થઈ ચર્ચા
​જૂનાગઢ ખાતે આજે ભારતીય કિસાન સંઘની જિલ્લા કક્ષાની અત્યંત મહત્વની અને વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાષ્ટ્રીય અધિકારી ડો. દાદા લાડ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગમાલભાઈ આર્ય, પ્રદેશ કોષાધ્યક્ષ નરેન્દ્રભાઈ પટેલ સહિતના ઉચ્ચ પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકા સમિતિના પ્રમુખો, મંત્રીઓ અને કારોબારી સભ્યોએ હાજરી આપી આગામી દિવસોમાં ખેતી અને ખેડૂતો સામે આવનારા પડકારો તેમજ સંગઠનની ભૂમિકા વિશે ગહન ચર્ચા કરી હતી. સંગઠનની વિસ્તારવાની ક્ષમતા પર ભાર મૂકતા કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું ​ભારતીય કિસાન સંઘના પ્રદેશ અધ્યક્ષ જગમાલભાઈ આર્યએ બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે કિસાન સંઘ એ શિસ્તબદ્ધ રાષ્ટ્રીય સંગઠન છે. કેન્દ્ર દ્વારા દર વર્ષે જે નીતિઓ નક્કી કરવામાં આવે છે, તેનું છેવાડાના ખેડૂત સુધી અમલીકરણ થાય તે જોવાની જવાબદારી સંગઠનની છે. ડો. દાદા લાડ (વાલી - ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્ર) ના પ્રવાસનો મુખ્ય હેતુ જિલ્લાઓમાં સંગઠનની શક્તિ માપવી અને કાર્યશૈલીને વધુ ધારદાર બનાવવાનો છે. તેમણે સંગઠનની વિસ્તારવાની ક્ષમતા પર ભાર મૂકતા કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ​22 મુખ્ય પ્રશ્નોમાંથી 14 જેટલા પ્રશ્નોનો સરકારે સ્વીકાર કરીને નિકાલ લાવ્યો ખેડૂતોના પ્રશ્નો અંગે સકારાત્મક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોની અપેક્ષાઓને અમે વાચા આપીએ છીએ. અગાઉ ગુજરાત સરકાર સમક્ષ મૂકવામાં આવેલા 22 મુખ્ય પ્રશ્નોમાંથી 14 જેટલા પ્રશ્નોનો સરકારે સ્વીકાર કરીને તેનો નિકાલ લાવ્યો છે. ખાસ કરીને વીજળીના પ્રશ્ને તેમણે સંતોષ વ્યક્ત કરતા કહ્યું કે, પૂર્વ ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના સમયમાં લેવાયેલા નિર્ણયોને કારણે વીજળીની સ્થિતિ હવે ઘણી સુધરી છે અને ખેડૂતોને પૂરતો પાવર મળી રહ્યો છે. રાસાયણિક ખેતીના કારણે વિદેશોમાં ભારતનો માલ પરત આવી રહ્યો છે આ ​બેઠકમાં 'ઝેરમુક્ત ખેતી' એટલે કે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. કિસાન અગ્રણીઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે, રાસાયણિક ખેતીના કારણે વિદેશોમાં ભારતનો માલ પરત આવી રહ્યો છે. જીરું, ઘઉં અને દીવેલા જેવા પાકોમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ વધુ હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતની શાખ ખરડાઈ રહી છે. જો ખેડૂતો યુરિયા અને ડીએપીનો ત્યાગ કરી ગાય આધારિત ખેતી અપનાવે, તો જ ભારત ફરી વિશ્વ બજારમાં મજબૂત સ્થાન મેળવી શકશે અને પ્રજાનું સ્વાસ્થ્ય જળવાશે. જો ખેડૂત સમૃદ્ધ અને ઝેરમુક્ત ખેતી કરતો થશે તો ભારતનો વિકાસ થશે ​તાજેતરમાં થયેલા માવઠા અને બદલાતા વાતાવરણમાં હાઈબ્રિડ પાકોને થતા નુકસાન અંગે ચર્ચા કરતા દેશી બિયારણના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. રાજકોટના સફળ ખેડૂત મનસુખભાઈ સુવાગ્યાના ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું કે કેવી રીતે દેશી આંબાના બગીચાઓ માવઠાની અસરમાંથી સુરક્ષિત રહે છે. આથી, ખેડૂતોએ આર્થિક નુકસાનથી બચવા ફરીથી દેશી બીજ તરફ વળવું જોઈએ. અંતમાં, બેઠક દ્વારા સંદેશ આપવામાં આવ્યો કે જો ખેડૂત સમૃદ્ધ અને ઝેરમુક્ત ખેતી કરતો થશે, તો જ ભારત પરમ વૈભવના શિખરે પહોંચશે.
Read Original Article →