જૂનાગઢ જિ.પં.ના પદાધિકારીઓના નામની જાહેરાત:પ્રમુખ તરીકે લીનાબેન કાવાણી, ઉપપ્રમુખ તરીકે જેઠાભાઈ ચુડાસમા અને કારોબારી અધ્યક્ષ તરીકે રતિલાલ લાડાણી
જૂનાગઢ જિલ્લા પંચાયતના પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. પ્રમુખ તરીકે લીનાબેન કાવાણીની વરણી કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે જેઠાભાઈ ચુડાસમા અને શાસકપક્ષના નેતા તરીકે સોનલબેન દીવરાણીયાની વરણી કરવામાં આવી છે. જિલ્લા પંચાયતની 30માંથી 23 બેઠકો ભાજપે જીતી હતી
જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 30 બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીએ 23 બેઠકો જીતી હતી. જ્યારે 7 બેઠકો અન્યના ફાળે ગઈ હતી. કોંગ્રેસને એકપણ બેઠક મળી નહોતી. જૂનાગઢ જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના વિવિધ હોદ્દાઓ માટેના નામોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. જુનાગઢ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા જીતેલા ઉમેદવારો અને ભાજપ આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ આખરે નવા હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે લીનાબેન કાવાણી, ઉપપ્રમુખ તરીકે જેઠાભાઈ ચુડાસમા, શાસક પક્ષના નેતા તરીકે સોનલબેન દીવરાણીયા, દંડક તરીકે નિમુબેન ચૌહાણ અને કારોબારી અધ્યક્ષ તરીકે રતિલાલ લાડાણીના નામની જાહેરાત કરવામાં આવી છે.
Read Original Article →