RTE:પ્રથમ રાઉન્ડના છાત્રો શાળામાં પ્રવેશ નહીં લે તો એડમિશન રદ ગણાશે
રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ પ્રવેશ મેળવવા ઈચ્છતા વાલીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. RTE હેઠળ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ સત્તાવાર રીતે બહાર પાડવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લામાં આરટીઇ હેઠળ કુલ 1777 બેઠકની ફાળવણી કરવામાં આવી છે જેમાં પ્રથમ રાઉન્ડમાં 1771 સીટ મંજુર થઇ હતી. જે છાત્રોનુ નામ પ્રથમ રાઉન્ડમાં આવ્યુ તેને તારીખ 12 મે સુધીમાં પ્રવેશ મેળવવાનો હતો પરંતુ હજુ પણ અનેક વિદ્યાર્થીઓ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા ન હોવાથી વાલીઓના હિતમાં પ્રવેશ મેળવવાની તારીખ લંબાવીને 15 મે સુધી કરવામાં આવી હતી. હવે આ તારીખ સુધીમાં જે વિદ્યાર્થીના પ્રથમ રાઉન્ડમાં નામ આવ્યા હોય ને શાળામાં પ્રવેશ નહીં લે તો એડમીશન રદ ગણાશે એવો નિર્ણય કરાયો છે. જૂનાગઢ સહિત રાજ્યભરમાં પ્રથમ રાઉન્ડ બાદ બાકી રહેલી સીટ માટે આગામી દિવસોમાં બીજો રાઉન્ડ જાહેર થશે. ઉપરાંત એડમીડ કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા પણ શરૂ થઇ છે એમ જણાવ્યુ છે.
Read Original Article →