સીએના કોર્સમાં પણ એઆઇ વિષય ભણાવાશે‎:આઇસીએઆઇ દ્વારા સીઆરઇટી કમિટી બની : સીએની કામગીરી સરળ બનશે

Gujarat5/27/2026, 12:00:00 AM
જૂનાગઢમાં હાલ એઆઇનો ઉપયોગ બહોળા પ્રમાણમાં અનેક કામોમાં થઇ રહ્યો છે. એઆઇથી કામમાં સરળતા બની રહી છે. જેમાં હવે સીએના કોર્સમાં પણ એઆઇ વિષયનો સમાવેશ કરવાનો આઇસીએઆઇ દ્વારા નિર્ણય કરી સીઆરઇટી કમિટી પણ બનાવાઇ છે. એટલે કે સીએના કામમાં પણ સરળતા રહેશે. જૂનાગઢ સીએના પ્રોફેસર દિવ્યેશ ધામેચાએ જણાવ્યુ કે, તાજેતરમાં જ ઇન્સ્ટિટ્યુડ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા દ્વારા પોતાના નવા મોડ્યુલેશન સિલબસ અપડેટમાં એઆઇ અને ટેક્નોલોજી સંબંધિત વિષયોનો સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે. જેને લઇને સીઆરઇટી કમિટી બનાવવામાં આવી છે અને આ દિશામાં વિચારણા પણ શરૂ કરવામાં આવી છે. એઆઇનો સીએમાં પ્રવેશ થતા જ વિદ્યાર્થીઓ અને કામગીરીમાં ઘણી સરળતા રહેશે. ખાસ કરીને ઇન્કમટેક્ષને લગતા વર્ક, ઓડીટ સહિતની કામગીરી ઝડપી બનશે. ખાસ કરીને સીએના વિદ્યાર્થીઓને રિયલ લાઇફ, સ્કીલબેઝ નોલેજ પણ મળી રહેશે. હાલ સીએમાં 16 વિષયો છે જેમાંથી કોઇ વિષય નિકળશે કે હજુ આમા વધારાનો એઆઇના વિષયો ઉમેરાશે એ બાબતે ચર્ચા શરૂ છે. સીએ ઇન્ટરમીડિએટમાં આ વિષય આવશે‎ ગ્રુપ - 1 એડવાન્સ્ડ એકાઉન્ટિંગ જીએસટી કોર્પોરેટ અને અન્ય કાયદા કરવેરા (ટેક્સેશન) અને આવકવેરો ગ્રુપ- 2 કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ ઓડિટિંગ અને નૈતિકતા નાણાકીય વ્યવસ્થાપન - વ્યૂહાત્મક સંચાલન ફાઉન્ડેશનના વિષય એકાઉન્ટિંગના સિદ્ધાંતો અને પદ્ધતિઓ ધંધાકીય કાયદા ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ ધંધાકીય ગણિત લોજિકલ રીઝનિંગ આંકડાશાસ્ત્ર સીએ ફાઇનલના વિષય ગ્રુપ - 1 નાણાકીય અહેવાલ એડવાન્સ્ડ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ એડવાન્સ્ડ ઓડિટિંગ, એશ્યોરન્સ અને વ્યાવસાયિક નૈતિકતા ગ્રુપ - 2 પ્રત્યક્ષ કર કાયદા અને આંતરરાષ્ટ્રીય કરવેરા પરોક્ષ કર કાયદા ઇન્ટિગ્રેટેડ બિઝનેસ સોલ્યુશન્સ
Read Original Article →