જૂનાગઢ:જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ફરી પતિદેવોનો દબદબો, પત્નીઓની પાછળ ખુરશી લઇ બેસી ગયા
જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભાજપના 23 અને આમ આદમી પાર્ટીના 7 સભ્યો ચુટાયા છે. ગુરુવારે નવા ટર્મની પ્રથમ સામાન્ય સભા મહિલા જિલ્લા પંચાયત પ્રમુખ લીનાબેન કાવાણી અધ્યક્ષ સ્થાને મળી હતી. આ સભામાં જેટલા પણ મહિલા સભ્યો હતા તે તમામના પતિદેવો ખુરશી લઇને ગોઠવાય ગયા હતા. ડીડીઓ, ડે.ડીડીઓની હાજરીમાં અન્ય એક પણ વ્યક્તિને સામાન્ય સભામાં આવવાની છુટ મળી ન હતી. પરંતુ ચુટાયેલા સભ્યોના પતિદેવોને સ્પેશિયલ ખુરશી આપવામાં આવી હતી.જેમાં તમામ ગોઠવાઈ ગયા હતા. પ્રમુખની મંજૂરી લઇને પતિદેવો પાછળ બેઠા હતા: ડે.ડીડીઓ
ચુંટાયેલા સભ્યોના પતિદેવો કે તેમના સંબંધિઓ તે પ્રમુખ લીનાબેન વિપુલભાઇ કાવાણીની મંજુરીથી બેઠા હતા. તેઓ અધ્યક્ષ હોવાથી કોને બેસાડવા કોને ન બેસાડવાનો નિર્ણય તેઓ લઇ શકે છે. અને જે બેઠા હતા તે પાછળની હરોળમાં હતા. > રજની ઠુંમર, ડેપ્યુટી ડીડીઓ સમિતિની રચના સ્થગિત, બીજી સભામાં થશે: પ્રમુખ
જિલ્લા પંચાયતની પ્રથમ સાધારણ સભામાં બાકી રહેલી સમિતિઓના સભ્યોની નિમણૂક થવાની હતી. પરંતુ કોઇ કારણોસર સમિતિની રચના સ્થગિત રહી હતી. હવે આગામી બીજી સાધારણ સભામાં સભ્યોની નિમણૂક કરાશે. > લીનાબેન કાવાણી, જિ.પંચાયત, પ્રમુખ
Read Original Article →