દુર્ઘટના:પતિ બાઇકમાં પંચર કરાવવા ગયો ને માતા-પુત્રને અન્ય વાહને ઠોકર મારી

Gujarat4/8/2026, 12:00:00 AM
વંથલી વિસ્તારમાં બાઇક ચાલકે હડફેટે લેતા માતા-પુત્ર ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા.પોલીસે બાઈક ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. મેંદરડા ખાતે રહેતા 45 વર્ષીય મણીબેન ભરતભાઈ નૈનુજી ગત તા. 29 માર્ચના રોજ તેઓ તેના પતિ અને 15 વર્ષીય પુત્ર કર્મ સાથે બાઈક પર જૂનાગઢ જઈ રહ્યા હતા. નવાગામ ચોકડી પાસે તેમના બાઇકમાં પંચર પડતા પતિ પંચર કરાવવા ગયા હતા, જ્યારે મણીબેન અને તેનો પુત્ર રોડની સાઈડમાં ઉભા હતા. આ દરમિયાન મેંદરડા તરફથી આવેલા જીજે 11 સીબી 9730 નંબરના બાઈકના ચાલકે માતા-પુત્રને હડફેટે લઈ મણીબેનને ડાબા પગમાં ફ્રેક્ચર અને પુત્ર કર્મને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. મહિલાને જૂનાગઢ સિવિલમાં અને પુત્રને વધુ સારવાર અર્થે રાજકોટની ખસેડાયો હતો. ઘટના અંગે પોલીસે મહિલાની ફરિયાદ લઈ બાઇક ચાલક સામે કાર્યવાહી કરી હતી.
Read Original Article →