હાઉસીંગ બોર્ડના રહીશોએ રેલી કાઢી કમિશ્નરને રજૂઆત:નોટિસ મુજબ મકાન ખાલી ન કરતા પાણી કનેકશન કાપ્યાં

Gujarat6/4/2026, 12:00:00 AM
હાઉસીંગ બોર્ડના રહીશોએ રેલી કાઢી કમિશ્નરને રજૂઆત:નોટિસ મુજબ મકાન ખાલી ન કરતા પાણી કનેકશન કાપ્યાં
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગાંધીગ્રામમાં આવેલી જૂની ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટીમાં જર્જરીત મકાનો ખાલી કરાવવા અને ડિમોલેશન કરવા માટે નોટિસ આપવામાં આવી છે. મનપા દ્વારા નોટિસ આપવા છતાં મકાનો ખાલી ન કરાતા કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂપે હાઉસીંગ બોર્ડ સોસાયટીનું પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. એકબાજુ આ ગરમીની સીઝનમાં પાણી જેવી જીવન જરૂરી પ્રાથમિક સુવિધા બંધ કરી દેવાતા સ્થાનિક ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ પ્રકારના નિર્ણયને લઇને ત્યાંના સ્થાનિક રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જૂના હાઉસીંગ બોર્ડ સોસાયટીના રહીશો દ્વારા રેલી કાઢી મહાનગરપાલિકાએ પહોંચ્યા હતા અને કમિશ્નરને આવેદનપત્ર આપીને તાત્કાલિક પાણી શરૂ કરવા અંગે ઉગ્ર રજૂઆત કરી એમ લોક જનશક્તિ પાર્ટીના ભાર્ગવ ટાંકે જણાવ્યું છે.
Read Original Article →