હોટલનો મલબો રાત્રે ભવનાથ જંગલમાં ઠલવાયો:ડીસીએફે કહ્યું ... તપાસમાં જે સામે આવશે તેને દંડ થશે, તેની પાસે જ સફાઇ કરાવાશે
ભવનાથ વિસ્તારમાં આવેલી પ્રખ્યાત આસોપાલવ હોટલમાં હાલ મોટા પાયે બાંધકામની કામગીરી ચાલી રહી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, હોટલ સંચાલકો દ્વારા દિવસ દરમિયાન નીકળતો બાંધકામનો પથ્થરો અને સિમેન્ટનો તમામ મલબો રાત્રિના અંધકારનો લાભ લઈને ટ્રેક્ટરો ભરી-ભરીને સીધો જંગલ વિસ્તારમાં ફેંકવામાં આવી રહ્યો છે. ગિરનાર અભયારણ્યની બોર્ડર પર વન્યજીવોની અવરજવર વાળા આ સંવેદનશીલ ઝોનમાં ગેરકાયદેસર રીતે કચરો ઠાલવવાથી પર્યાવરણને મોટું નુકસાન થઈ રહ્યું છે. રાત્રિના સમયે ચાલતી આ ગુપ્ત પ્રવૃત્તિ સામે વન વિભાગ અને મહાનગરપાલિકાનું તંત્ર કેમ અજાણ છે તેવા સવાલો ઉઠ્યા છે. જવાબદાર તંત્ર આ ગંભીર બેદરકારી સામે કડક કાનૂની પગલાં ભરે તેવી વનપ્રેમીઓની ઉગ્ર માંગ છે. આ મામલે ડીસીએફ અક્ષય જોશીએ કહ્યું કે, આ મામલે તપાસ ચાલુ છે, જે પણ હોટેલ માલિકે આ કર્યું હશે તેમની પાસેથી દંડ વસુલ કરી જગ્યા સાફ કરાવવામાં આવશે.
Read Original Article →