વેધર રીપોર્ટ:ગરમી વધી, મહત્તમ તાપમાન 2.5 ડિગ્રી વધીને 38 નોંધાયું
શુક્રવારે જૂનાગઢ સહિત સોરઠમાં 24 કલાકમાં મહતમ તાપમાન 2.5 ડિગ્રી વધીને 38 ડિગ્રીએ પહોંચી જતા ગરમીથી લોકો અકળાઈ ગયા હતા. છેલ્લા 5 દિવસથી સવારે અને દિવસ દરમિયાન પણ એકંદરે ઠંડક રહ્યા બાદ શુક્રવારે સવારથી વાતાવરણ સુકુ રહ્યું હતું અને લઘુતમ તાપમાન 20 ડિગ્રી આસપાસ રહ્યું હતું જેની સાથે સવારના વાતાવરણમાં ભેજ પણ ઘટતા સવારથી જ ગરમીની શરૂઆત થઈ હતી અને ગુરુવારે જૂનાગઢનું મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી રહ્યા બાદ 24 કલાકમાં શુક્રવારની બપોરે પારો 2.5 ડિગ્રી ઉપર ચડીને 38 ડિગ્રીએ સ્થિર થયો હતો જેના પરિણામે ગરમીનું મોજુ ફરી વળ્યું હતું. ઓચિંતા સૂર્યનારાયણ કોપાયમાન થતા લોકો ત્રાહિમામ થઇ ગયા હતા. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના અધિકારી ધીમંત વઘાસીયાએ ભાસ્કરને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં તાપમાનમાં ક્રમશઃ વધારો જોવા મળશે અને રવિવારે મહત્તમ તાપમાન 40 ડિગ્રી ઉપર જઈ શકે. જેથી આગામી સમયમાં લોકો અકળાઈ જશે.
Read Original Article →