ભાસ્કર યુટિલિટી:ગુજકેટની OMR સીટ 13મી સુધી ડાઉનલોડ થઇ શકશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સાયન્સ, ગુજકેટ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓએ પરિણામ બાદ નિયત સમયમર્યાદામાં ઓએમઆર શીટ અને વેરિફિકેશન રિપોર્ટ મેળવવા માટે વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. આ વિદ્યાર્થીઓની ઓએમઆર શીટ અને રિપોર્ટ બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન મૂકી દેવામાં આવ્યા છે. જે 13 જૂન સુધી બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા gujcet.gseb.org પરથી ઓનલાઇન ડાઉનલોડ કરી શકાશે. અરજી કરનારા ઉમેદવારો 13 જૂન સુધીમાં બોર્ડની વેબસાઈટ પરથી પોતાની OMR COPY ડાઉનલોડ કરી શકશે.
Read Original Article →