જરૂરી પૂર્વ તૈયારી રાખવા સૂચના:આજે જીઆઇડીસી 66 કેવી સવારે 7 થી 2 પાવર સપ્લાય બંધ

Gujarat5/15/2026, 12:00:00 AM
જૂનાગઢ શહેરના જીઆઇડીસી 66 કેવીમાં જેટકો દ્વારા શટડાઉનની કામગીરીને લઇ સવારે 7 થી 2 પાવર સપ્લાય બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પીજીવીસીએલ અધિકારીએ જણાવ્યુ કે, શહેરના જીઆઇડીસી 66 કે.વી. ફીડર હેઠળ આવતાં વિસ્તારોમાં તારીખ 15 મે ને સવારે 7 થી 2 વીજ પુરવઠો બંધ રહેશે. જેટકો દ્વારા શટડાઉનની કામગીરીને લઇ નિર્ણય લેવાયો છે. જેને કારણે સંબંધિત વિસ્તારોમાં વીજળી બંધ રહેતાં રહેવાસીઓ તથા વેપારીઓને જરૂરી પૂર્વ તૈયારી રાખવા સૂચના પણ મેસેજ મારફત આપી દેવાય છે. વીજ વિભાગે કામગીરી પૂર્ણ થયા બાદ તાત્કાલિક વીજ પુરવઠો પૂર્વવત કરશે. જોકે હવામાન અથવા તકનીકી પરિસ્થિતિ મુજબ સમયગાળામાં ફેરફાર થઇ શકે છે એમ જણાવ્યુ છે.
Read Original Article →