Live Updates
ભાસ્કર એક્સક્લુસિવ:લગ્નસરાની સિઝનમાં ગેસના બાટલાનું ગ્રહણફુલકા રોટી, પનીર સબ્જીના લાઇવ સ્ટોલ ગાયબ
યુદ્ધની અસર હજુ જૂનાગઢમાં જોવા મળી રહી છે. લગ્નસરાની સિઝન શરૂ થવા છતા ગેસની બોટલની અછતને કારણે મેનુમાં ફેરફાર થયો છે. જેમાં ફુલકા રોટી, ઢોસા, પંજાબી સબ્જી, સ્ટીમ ઢોકળા સહિતના લાઇવ સ્ટોલવાળી વાનગીનો ઘટાડો થયો છે. ગેસ એજન્સીમાંથી મળતી વિગત અનુસાર લગ્નની સિઝનમાં ગેસની બોટલી માંગમાં સતત વધારો જોવા મળતો હોય છે. પરંતુ યુદ્ધને કારણે નિયમમાં ફેરફાર અને અછતને કારણે લીમીટેડ માધ્યમાં જ ગેસની બોટલ મળી રહી છે. જેની અસર લગ્નસરાની સિઝનમાં પડી છે. હાલ બોટલ મળી જશે કે શું સહિતની ઇન્કવાયરીના ફોન પણ કેટરર્સ કે રસોયાના આવી રહ્યા છે. યુદ્ધની અસરને કારણે બાટલા વિતરણમાં નવા નિયમો આવ્યા છે. એટલે કે, પહેલા મહિનામાં બે વખત ધરેલુ ગેસ બુક થઇ શકતા હતા પરંતુ હવે બોટલ મળ્યાના 25 દિવસ પછી બીજો બુક થાય છે એટલે બે મહિનામાં બે જ બાટલા મળે છે. ઉપરાંત નાના-નાના રસોડામાં ઘરેલુ ગેસનો વપરાશ વધારે થતો હતો. દર વર્ષે લગ્નસરાની સિઝન શરૂ થાય ત્યારે 400 બાટલાની વધારે જરૂર રહે છે. હાલ તો રસોયા લોકો બોટલ ન મળવાથી ઓર્ડર પણ કેન્સલ કરી રહ્યા છે. ડિપોઝીટ એડવાન્સ દેવા પણ તૈયાર થયા છે. લગ્નસરાની સિઝન શરૂ થાય તેમાં દર વર્ષે ફુલ ઓર્ડર મળતા હોય છે અને લોકો વધુમાં વધુ વાનગીઓ રાખતા હોય છે. ખાસ કરીને લાઇવ હલવો, ફુલકા રોટી, પંજાબી જેવા લાઇવ સ્ટોલ રાખતા હોય છે પરંતુ ગેસના બાટલાની અછતથી આ સ્ટોલ દૂર કર્યા છે. ઉપરાંત દર વર્ષે જે 15થી વધુ ઓર્ડર હોય તે હાલ માત્ર 4 થી 5 થયા છે. - લાલાભાઇ કોટેચા, કેટરર્સ સંચાલક ક્વોટા સિસ્ટમથી મર્યાદા આવી
સરકાર દ્વારા યુદ્ધને કારણે ક્વોટા સિસ્ટમથી બાટલાની ફાળવણી કરવાનુ નક્કી કર્યુ છે. જેેને કારણે હાલ લગ્નની સિઝનમાં દર વર્ષની જેમ પુરતી બોટલનુ વિતરણ કરી શકાતુ નથી. ક્વોટા સિસ્ટમથી જ જેટલુ નક્કી થયુ છે તે મુજબ જ રસોયા કે કેટરર્સ ધારકને બોટલની ફાળવણી કરાઇ રહી છે. > ભાવિન કારીયા, ગેસ એજન્સી મેનેજર
Read Original Article →