સદનસીબે કોઇ જાનહાની થઇ નથી:સદગુરૂ એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાં આગ, 3 કલાકે કાબુમાં આવી
શહેરના સક્કરબાગ પાસે સદગુરૂ એન્ટરપ્રાઇઝ નામના બંધ ગોડાઉનમાં મોડી રાત્રે આગ લાગી હતી. ફાયરની ટીમે 50 હજાર લીટર પાણીનો મારો ચલાવી ત્રણ કલાકે આગને કાબૂમાં લીધી હતી. મનપા ફાયર અધિકારી વિશાલ ટીંબડીયાએ જણાવ્યુ કે, ગુરૂવારે મોડી રાત્રે સક્કરબાગ વિસ્તારમાં એચડીએફસી બેંકવાળી ગલીમાં આવેલા સદગુરુ એન્ટરપ્રાઈઝ નામના એક બંધ ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. રાત્રે 11:52એ ફાયર વિભાગમાં જાણ થતા જ તુરંત ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તપાસ કરતા ગોડાઉનમાં આગ ખૂબ જ વિકરાળ બનતા સતત 30 મિનિટ સુધી એક્ઝોસ્ટ ફેનનો ઉપયોગ કરી તેમજ અંદાજીત 50 હજાર લીટર પાણીનો મારો ચલાવી ત્રણ કલાકે આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી. આગ લાગવા પાછળનુ કારણ બહાર આવ્યુ નથી એમ જણાવ્યુ હતુ.
Read Original Article →