ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:શહેરનાં સાંકડા રસ્તા બનાવવામાં પીક્યુસી મશીનની જરૂર ન હોવા છતાં ટેન્ડરમાં તેને ફરજિયાત બતાવાયું
વિશાલ ભાઉ જૂનાગઢના મુખ્ય માર્ગો સહિત 21 કિમીના રસ્તાઓ માટે બહાર પડાયેલું 80 કરોડનું ટેન્ડર અત્યારે ભ્રષ્ટાચારની ગંધ ફેલાવી રહ્યું છે. આ ટેન્ડરમાં પીકયુંસી મશીનની અનિવાર્ય શરત મૂકીને અન્ય સક્ષમ કોન્ટ્રાક્ટરોને જાણી જોઈને રેસમાંથી બહાર કરી દેવાયા હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આ શરત પાછળનો ખેલ માત્ર સત્તાધારી પક્ષના એક નેતાની માનીતી કંપનીને કરોડોનો કોન્ટ્રાક્ટ પધરાવી દેવા માટે જ કરાયો હતો.જે કંપની માટે નિયમો બદલાયા તેની પાસે પોતાનું PQC મશીન જ નહોતું! જવાહર રોડ પર સ્થાનિકોના ભારે વિરોધ અને ભ્રષ્ટાચારની પોલ ખુલતા જ તંત્ર અને પદાધિકારીઓએ બચાવ મુદ્રામાં આવવું પડ્યું. આખરે પોતાની આબરૂ બચાવવા માટે કોન્ટ્રાક્ટરે રાતોરાત ભાડેથી મશીન મંગાવી કામ શરૂ કરવાનો દેખાડો કર્યો છે. મુખ્ય રોડ બનાવવાના આવ્યા ત્યારે પીક્યુસી ની જરૂર પડી
અત્યાર સુધી ગલીના રોડ બનાવવાનું કામ ચાલુ હતું. તેમાં પી .ક્યુ .સી .ની જરૂર ન પડે , હવે જ્યારે ભવનાથ રોડ , જવાહર રોડ જેવા રોડનું કામ ચાલુ થયું એટલે પી .ક્યુ .સી .ની જરૂર પડી, ટેન્ડર જ્યારે પાડ્યું ત્યારે તેમાં પી .ક્યુ .સી . નો ઉલ્લેખ હતો તે વાત સાચી પરંતુ જ્યારે કોઈ જરૂર ન હોય ત્યારે પી .ક્યુ .સી . નું શું કામ? હાલ મુખ્ય રોડનું કામ ચાલુ છે તે તમામ પી .ક્યુ .સી . થી જ બનશે.> દુષ્યંત પાનસુરીયા, ઇજનેર બાંધકામ સમિતિ જ્યારે ટેન્ડર કર્યું ત્યારે આવી મનપાને ખબર ન હતી?
હવે જ્યારે મુખ્ય રોડ બનાવવાના થયા ત્યારે પીક્યુ સી મનપાના અધિકારીઓને યાદ આવ્યું, સારી વાત છે પણ જ્યારે ટેન્ડર કર્યું ત્યારે કેમ યાદ ન આવ્યું? કોઈ એક્સપર્ટ પાસે તમામ રોડ નો સર્વે કરવાનો હતો.ટેન્ડરમાં એવું લખ્યું કે પીક્યુ સી જોશે, એટલે ઘણી બધી કંપનીઓ ટેન્ડર ભરી શકે નહીં, હવે આમાં એવું થશે કે બિલ જ્યારે મુકાશે ત્યારે પીક્યુ સીનું મુકાશે , પરંતુ મનપાના શાસકો તમામ રોડ પીક્યુસીથી બનાવાના નથી. > લલિત પણાસારા , વિપક્ષી નેતા મનપા
Read Original Article →